September 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

અવસર છે લોકશાહીનો-ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨: ગુજરાતના અધિકારીઓને નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૪: આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ની તૈયારીના ભાગરૂપે,ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૨૩મી ઓગસ્ટથી તા.૨૬મી ઓગસ્ટ,૨૦૨૨ દરમિયાન, ગુજરાતના ૧૮ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજવામાં આવી છે.
ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટેના સર્ટિફિકેશનના ચાર દિવસના સઘન તાલીમ કાર્યક્રમમાં નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમના અંતે એક ઑનલાઈન ઈવેલ્યુએશન ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ટેસ્ટ આપનાર અધિકારીઓએ ૮૦ ટકા સ્કોર કરનારને કેટેગરી-એ તથા કટઑફ માર્ક્સ તરીકે કેટેગરી-બી મુજબ ૫૦ ટકા સ્કોર કરવાનો રહેશે. આ ઉપરાંત ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને આપવામાં આવી રહેલી તાલીમના આશરે એક માસ બાદ ચૂંટણી પંચ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ડાઉટ ક્લિયરિંગ સેશન યોજવામાં આવશે, જેના બીજા દિવસે ટેસ્ટ પણ લેવામાં આવશે. જે તાલીમાર્થી અધિકારીનું મુલ્યાંકન વાજબી નહીં ઠરે તેવા તાલીમાર્થીઓને બે અઠવાડિયા બાદ પરીક્ષા પાસ કરવા માટે બીજી તક આપવામાં આવશે.
આ તાલીમ કાર્યક્રમમાં, રાજકોટના ટાગોર રોડ પર આવેલા એ.વી.પી.ટી.આઈ. અને અમદાવાદના સેટેલાઈટ રોડ પર આવેલા સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,ગાંધીનગર,સુરેંદ્રનગર અને પોરબંદર જિલ્લાના મળી, ૮૬ ચૂંટણી અધિકારીઓ અને ૧૦૫ મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ ૧૯૧ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

ઇજિપ્તની કેરો યુનિવર્સિટીના પ્રસૂતિ અનેસ્ત્રી રોગ વિજ્ઞાનના આંતરરાષ્‍ટ્રીય પ્રોફેસર ડૉ. ઓસામા શૉકી દ્વારા દાનહની નમો તબીબી શિક્ષણઅને સંશોધન સંસ્‍થામાં ‘‘માસ્‍ટરિંગ ધ ટેકનિક ઈન હિસ્‍ટેરોસ્‍કોપી એન્‍ડ લેપ્રોસ્‍કોપી” વિષય પર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની લાઇવ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દેશ માટે સમર્પણનો ભાવ દરેકના દિલમાં જાગે તો સાચો સ્‍વતંત્ર દિવસ ઉજવી શકાય : પુરાણી સ્‍વામી

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

Leave a Comment