Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ક્રિમિનલ માનહાનીના કેસમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ પી.કે.શર્માએ આપેલો આદેશ

  • સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલની રિવીઝન અરજી રદ્‌: હવે સુનાવણી જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસની કોર્ટમાં જ થશે

  • સંબંધિત કેસમાં પોલીસે પણ નિર્ધારિત સમય મર્યાદાની જગ્‍યાએ 3 વર્ષના લાંબા અંતરાળ પછી રજૂ કરાયેલા રીપોર્ટની પણ વિદ્વાન ન્‍યાયાધિશે લીધેલી નોંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: 2018થી ચાલી રહેલા એક કેસની સુનાવણી બાદ દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયના વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી પી.કે.શર્માએ સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પૂર્વ પ્રશાસક શ્રી સત્‍ય ગોપાલની એક રિવીઝન અરજીને રદ્‌ કરવાનો આદેશ આપતા હવે આ કેસની સુનાવણી જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ (પ્રથમશ્રેણી)ની કોર્ટમાં થશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પૂર્વ પ્રશાસક શ્રી સત્‍ય ગોપાલના વિરૂધ્‍ધ દમણના એક્રેડિએટેડ પત્રકાર શ્રી સતિષ શર્માએ દમણની જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ (પ્રથમ શ્રેણી)ની કોર્ટમાં 2012માં ક્રિમિનલ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં શ્રી સત્‍ય ગોપાલે 2018ના વર્ષમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાલય પાસેથી સ્‍ટે ઓર્ડર લીધો હતો અને પૂર્વ પ્રશાસકે જિલ્લા અને સત્ર ન્‍યાયાલયમાં દાખલ કરેલ રિવીઝન એપ્‍લીકેશન અંતર્ગત તેમને સીઆરપીસીની 197 કલમ અંતર્ગત આ પ્રકારના કેસમાં સંરક્ષણ પ્રદાન કરવું જોઈએ, કારણ કે, તેઓએ પ્રશાસકના રૂએ તેમની ફરજ બજાવી હતી. પરંતુ વિદ્વાન ન્‍યાયાધિશે તેમના આ તર્કને નકારી દીધો હતો.
સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ નોંધ કરી છે કે, પૂર્વ પ્રશાસક શ્રી સત્‍ય ગોપાલની વિરૂધ્‍ધ દર્જ ક્રિમિનલ માનહાનીના કેસની જાંચ માટે મેજીસ્‍ટ્રેટ કોર્ટે તા.24-01-2014ના રોજ સીઆરપીસીની કલમ 202 અંતર્ગત દમણ પોલીસને મોકલી તા.12-03-2014 સુધી રીપોર્ટ ન્‍યાયાલયને મોકલવાનો આદેશ કર્યો હતો પરંતુ પોલીસે પણ નિર્ધારિત સમય મર્યાદાની જગ્‍યાએ 3 વર્ષના લાંબા અંતરાળ પછી તા.17-06-2017ના રોજ રીપોર્ટ ન્‍યાયાલયમાં રજૂ કર્યો હતો.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, તપાસ અધિકારીએ પોલીસ તપાસમાં સહયોગ કરવા માટે શ્રી સત્‍યગોપાલને કેટલીય વખત સમન્‍સ મોકલ્‍યા હતા. પરંતુ તેને ક્‍યારેય પણ પોલીસની આ કાર્યવાહીમાં પોતાનો સહયોગ નહીં આપ્‍યો હતો. દમણ પોલીસના તપાસ અધિકારી પી.આઈ. શ્રી ભરત પુરોહિત દ્વારા રજૂ કરવામાં આવેલ તથ્‍યાત્‍મક રીપોર્ટના અવલોકન કર્યા બાદ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ (પ્રથમ શ્રેણી) એ 14 સપ્‍ટેમ્‍બર, 2018ના રોજ આ કેસની સુનાવણી શરૂ કરી હતી. જેના ઉપર આરોપી સત્‍ય ગોપાલે પોતાના બચાવમાં જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો દરવાજો ખટખટાવી મેજીસ્‍ટ્રેટ કોર્ટની કાર્યવાહી ઉપર સ્‍ટે લીધો હતો.
જિલ્લા અને સત્ર ન્‍યાયાલયમાં લગભગ પ વર્ષ સુધી ચાલેલી આ સુનાવણી બાદ વિદ્વાન ન્‍યાયાધિશ શ્રી પી.કે. શર્માએ ફરિયાદી પૂર્વ પ્રશાસક શ્રી સત્‍ય ગોપાલ દ્વારા રજૂ કરવામાં આવેલ દલીલોને નકારી તેમની રિવીઝન અરજીને રદ્‌ કરવાની સાથે કેસની સુનાવણી માટે ટ્રાયલ કોર્ટ એટલે કે, જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ (પ્રથમ શ્રેણી)ની કોર્ટમાં જવાનો આદેશ જારી કર્યો હતો. આ કેસની શ્રી સતિષ શર્મા તરફથી ધારાશાષાી શ્રી જેસલ રાઠોડે પેરવી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 11મી માર્ચ, 2022ના રોજ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે પૂર્વ પ્રશાસક શ્રી સત્‍ય ગોપાલને સુનાવણી દરમિયાન તેમની અથવા તેમના વકીલની હાજરી નહીં રહેવા બદલ રૂા. પ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

Related posts

નવી દિલ્‍હીમાં યોજાયેલા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દી સમ્‍માન સમારોહમાં દીવના કુશલ જયપ્રકાશ યાદવને હિન્‍દી પ્રતિભામાં સ્‍વર્ણ પદક અને ટ્રોફી આપી સન્‍માનિત કરાયો

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

વલસાડ ડુંગરી જોરાવાસણ વિસ્‍તારમાં સોશિયલ મીડિયામાં પ્રસિધ્‍ધિ મેળવવા બર્થડેમાં તલવારથી કેક કાપવી ભારે પડી

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment