September 11, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી છેલ્લા દસ વર્ષથી પ્રદેશમાં કાર્યરત છે. આ સંસ્‍થા સમાજ સેવા અને સમાજ માટે કાર્યરત છે જેમાં મુખ્‍ય મોતિયાબિંદનું ઓપરેશન, સુગર ચેકઅપ કેમ્‍પ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, બ્‍લાઇન્‍ડ અવોઇડેબલ કેમ્‍પ, એજ્‍યુકેશન એવરનેશ સેમિનાર ટ્રેનિંગ કરતા આવ્‍યા છે. રોટરી ક્‍લબ દાદરા નગર હવેલી દ્વારા આઝાદીના અમૃતમહોત્‍સવમાં ઉત્‍સાહભેર ભાગ લીધો છે. દાનહમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આવ્‍યા બાદ વિકાસના ઘણાં કામો થયા છે. દાનહના નવ નિયુક્‍ત રોટરી ક્‍લબના પ્રેસિડન્‍ટ શ્રી રાજુભાઈ પટેલ, સેક્રેટરી મિલન પટેલ, રોટેરીયન વિરલસિંહ રાજપૂત, યશવંતસિંહ પરમાર, મેઘાવીન પરમાર સાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને મળી અને આવનાર દિવસમાં રોટરી ક્‍લબ દાનહ સામાજિક કાર્યમાં અવિરત કામ કરશે એવી બાહેંધરી આપી હતી.

Related posts

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

vartmanpravah

Leave a Comment