February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં અને પ્રદેશ પ્રભારી અને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી વિજયા રાહટકરના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ નવિનભાઈ રમણભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલું આયોજન અને સંચાલન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29
ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાં આજરોજ તા.29/05/2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું જીવંત પ્રસારણ પ્રદેશમાં બુથ સ્‍તરે સાંભળવામાં આવ્‍યો હતો. પ્રદેશના દમણ-દીવ-સેલવાસ-ખાનવેલ જિલ્લાના લગભગ રપ0થી વધુ બુથ પર ‘મન કી બાત’ સાંભળવા માટેનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં અને પ્રદેશ પ્રભારી અને ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી શ્રીમતી વિજયા રહાટકરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું પ્રદેશ સ્‍તરે આયોજન અને સંચાલન પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક આયોજન અને સંચાલન કરવામાં આવ્‍યું હતું.
મન કી બાત કાર્યક્રમ બાદ આ પ્રકારની ટિફિન મીટીંગ દરમિયાન સરકારના વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓ અંગે કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેઓને મોદી સરકારની વિવિધ સફળ યોજનાઓથી વાકેફ કરવામાં આવ્‍યા હતા.
આજની ‘મન કી બાત’સાથે ટીફીન મીટીંગ કાર્યક્રમના સફળ આયોજન અંગે ખુશી વ્‍યક્‍ત કરતાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે પ્રદેશ કક્ષાએ સંગઠનની તાકાત અને કાર્યકરોનું સમર્પણ એ વાતનો પુરાવો છે કે હવે પ્રદેશમાં આ પ્રકારના મોટી સંખ્‍યામાં કાર્યક્રમો સરળતાથી થઈ રહ્યા છે. કેન્‍દ્રની મોદી સરકારની યોજનાઓ દ્વારા પ્રદેશમાં ઘણા લોકો ઉદ્યોગ સાહસિક બન્‍યા છે, ઘણા યુવાનોએ આત્‍મનિર્ભર યોજના, સ્‍ટાર્ટ અને સ્‍ટેન્‍ડ અપ યોજનાઓ દ્વારા વિકાસની નવી ઉડાન શરૂ કરી છે.

Related posts

ધરમપુર સ્‍વર્ગવાહિની નદી ટુ વ્‍હીલરથી ક્રોસ કરવા જતા યુવાન તણાયો

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ નજીક હાઇટેનશન વીજટાવર ઉપર અજાણ્‍યા વ્‍યક્‍તિ ચઢી જતાં બળીને ભથ્‍થું

vartmanpravah

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્‍ય સભા: 15મા નાણાંપંચના વર્ષ 2020-’21 અને 2021-’22ના રૂા.7 કરોડના બજેટને આપેલી બહાલી

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

Leave a Comment