December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્‍ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા ગરબા ઉત્‍સવ તેમજ કન્‍યા પૂજનનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: તા.14/10/24ના રોજ શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્‍ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા ગરબા ઉત્‍સવ તેમજ કન્‍યા પૂજનનું આયોજન ગીતા સદન વલસાડમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લાના ભૂદેવોએ પરિવાર સાથે ઉપસ્‍થિતરહ્યા હતા.
શ્રી સમસ્‍ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્‍ય કક્ષા) વલસાડ જિલ્લા મહિલા વિભાગ દ્વારા યોજાયેલ ગરબા ઉત્‍સવ અને કન્‍યા પૂજનના કાર્યક્રમમાં વલસાડ બ્રહ્મ સમાજના ઝરણાબેન દિક્ષિત દ્વારા નાની બાળાઓનું પૂજન કરી ભેટ આપવામાં આવી હતી. વલસાડ બ્રહ્મસમાજના હિતેશભાઈ મહેતા, અમિતભાઈ આચાર્ય, હર્ષભાઈ દવે અને નિકિતાબેન રાવલ હાજર રહ્યા હતા. જ્‍યારે ઉમરગામથી ચંદ્રેશભાઈ ઠાકર, વાપીથી ચંદ્રકાંતભાઈ વ્‍યાસ, કિરણભાઈ રાવલ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને દિપાવ્‍યો હતો.
આ કાર્યક્રમમાં આરતીબેન ભટ્ટ અને કિશોરભાઈ બધેકા અને પંકજભાઈ રાવલ દ્વારા નાની બાળાઓને પ્રોત્‍સાહન ઈનામ આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમનું સુંદર આયોજન મહિલા મંડળના પ્રમુખ જ્‍યોતિબેન બધેકા, નિધિબેન ભટ્ટ, પ્રિયંકા ઠાકર, સોનલ મહેતા, જાવિત્રી ભટ્ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. નાની બાળાઓને નિર્ણાયક તરીકે પ્રોફેસર અનિતાબેન મહેતા તેમજ વિભાબેન દેસાઈએ ફરજ બજાવી હતી.

Related posts

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

દમણમાં પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્‍યક્ષના નિવાસ સ્‍થાને મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને અર્પણ કરાયેલ પુષ્‍પાંજલિ

vartmanpravah

સાંઢપાડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચીખલીના ઘેજ ખાતે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ધ્રુવ ઈલેવન ચેમ્‍પિયન, ટ્રીતી ઈલેવન રનર્સઅપ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment