April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તિથિ ભોજન તથા હોસ્‍પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્‍કિટનું વિતરણ કરી મનાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ નિમિત્તે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને શાળાના બાળકોને તિથિ ભોજન કરાવીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલ અને તેમની ટીમે રીંગણવાડાની સરકારી પ્રાથમિક શાળાના લગભગ 350 બાળકોને તિથિ ભોજન કરાવ્‍યું હતું અને મિઠાઈ વહેંચી કેક કાપી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનની ઉજવણી કરી તેમના લાંબા આયુષ્‍ય અને સારી તંદુરસ્‍તી માટેની ભગવાનને પ્રાર્થના કરી હતી.
સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશ દ્વારા મોટી દમણ પી.એચ.સી.માં તમામ દર્દીઓને ફળ અને બિસ્‍કિટની કિટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે શ્રી વિશાભાઈ ટંડેલની સાથે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના ઉપ પ્રમુખ શ્રી રૂદ્રેશ અરિબાઈ, સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના સચિવ ડો. વિજય પટેલ, સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત સચિવ શ્રી ધર્મેશ પવતે, શ્રી ધવલ દેસાઈ, શ્રીમતી ભક્‍તિબેન ઉપાધ્‍યાય, શ્રી અનિલ ટંડેલ, શ્રી હિરેન જોશી, શ્રી રોહિત સિન્‍હા, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ હળપતિ, શાળાનાશિક્ષકો અને શાળાનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

15મી ઓગસ્‍ટના રોજ સંઘપ્રદેશના પી.આઈ. છાયા ટંડેલ અને પી.એસ.આઈ. લીલાધર મકવાણાનું કેન્‍દ્રીય ગૃહમંત્રી પદકથી થનારૂં સન્‍માન

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

દાનહમાં એનએસએસ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ સંદર્ભે કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment