October 12, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

કટ આઉટ, કમાન, પોસ્‍ટરો, બેનર્સ સહિતની પ્રચાર સામગ્રીના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

વલસાડ, તા. ૩૦: વલસાડ જિલ્લામાં ૩૩૪ ગ્રામ પંચાયતોની સામાન્‍ય ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. જેને અનુલક્ષીને ચૂંટણીની આદર્શ આચારસંહિતા તથા નિર્વાચન આયોગની સૂચનાઓને ધ્‍યાનમાં રાખીને, વલસાડ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી તથા જાહેર સ્‍થળોની સુરક્ષા અને સલામતી ઉપરાંત મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી માટે વલસાડ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ જે.પી.મયાત્રાએ જિલ્લામાં નગરપાલિકા વિસ્‍તાર સિવાય જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, તે સમગ્ર વિસ્‍તારમાં તાત્‍કાલિક અસરથી તા.૨૪/૧૨/ર૦૨૧ સુધી કોઇપણ વ્‍યક્‍તિ, સંસ્‍થા કે મંડળી કે રાજકીય પક્ષના ભાવી ઉમેદવારો માટે કેટલાક માર્ગદર્શન સૂચનો જારી કર્યા છે.

જે મુજબ ચૂંટણી પ્રચાર અર્થે કોઇ ઉમેદવારોએ, રાજકીય પક્ષોએ કે તેમના ટેકેદારોએ જાહેર કે સાર્વજનિક જગ્‍યાઓ ઉપર કોઇ વિશાળ જાહેરાતના પાટીયા, બેનરો, કટઆઉટ, દરવાજા-ગેટ કે કમાનો સક્ષમ અધિકારીની પરવાનગી વગર ઊભા કરવા નહીં. હોર્ડિંગ્‍સની સાઇઝ ૧૫×૮ ફૂટ તેમજ કટઆઉટની ઊંચાઇ ૮ ફૂટથી વધારે હોવી જોઇએ નહીં. કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વગેરે કોઇ સ્‍થળે મૂકતા પહેલાં તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે વિસ્‍તારમાં હોર્ડિંગ્‍સ, કટઆઉટ વગેરે મૂકેલા હોય તે વિસ્‍તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં યોગ્‍ય જગ્‍યાએ દર્શાવવાનો રહેશે. જાહેર મકાનોની દિવાલો કે સાર્વજનિક જગ્‍યાઓ પર સૂત્રો લખવા નહીં, તેમજ પોસ્‍ટરો કે પ્રચાર સામગ્રી લગાવવી નહીં. કોઇપણ રાજકીય પક્ષ કે ઉમેદવારે ધ્‍વજદંડ ઊભા કરવા, પતાકા બાંધવા, નોટીસ લગાવવી, સૂત્રો લખવા વગેરે માટે જાહેર કે, સાર્વજનિક જગાએ પરવાનગી તેમજ અન્‍ય જરૂરી પરવાનગી વિના ઉપયોગ કરવાની પોતાના અનુયાયીઓને છૂટ આપવી નહીં. જાહેર અને ખાનગી મિલ્‍કતોને ચૂંટણી પ્રચારના સાહિત્‍યથી વિકૃત થતી અટકાવવા તથા ચૂંટણી પ્રચાર સંબંધી અન્‍ય સંલગ્ન બાબતો અંગે રાજ્‍ય ચૂંટણી પંચની સૂચનાઓને આધીન સમગ્ર કાર્યવાહી કોઇપણ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ દ્વારા કરવાની રહેશે, ઉપરાંત પ્રવર્તમાન સૂચનાઓ મુજબ ચૂંટણી પ્રચાર માટેનું પરવાનગી સહ લખવા કે લગાવવા માટેનું મટીરીયલ તદૃન હંગામી કે કામચલાઉ અને સરળતાથી દૂર થઇ શકે તેવું હોવું જોઇએ. આ જોગવાઇઓનો ભંગ કે ઉલ્લંઘન કરનારની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Related posts

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં મધર ક્રિએશન સોલ્‍ટ સ્‍પર્ધા યોજાઈ: 175 વાલીઓએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment