(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દપાડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ‘‘એજ્યુકેશન” થીમ પર વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારંભના મુખ્ય અતિથિ પદે સંઘપ્રદેશના સહાયક શિક્ષા નિર્દેશકપરિતોષ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગણેશ વંદના અને સ્વાગત ગીત-નૃત્ય તેમજ પુષ્પગુચ્છ આપી આપીને ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ‘‘એજ્યુકેશન” થીમ પર સાંસ્કળતિક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે સમગ્ર વર્ષ દરમ્યાન આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કળષ્ઠ પ્રદર્શન કરનાર બાલિકાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ અવસરે મુખ્ય અતિથિ સહાયક શિક્ષા નિર્દેશક પરિતોષ શુક્લા અને શિક્ષણાધિકારી શ્રી બલવંત પાટીલે બાલિકાઓને એમના ભવિષ્ય અને કારકિર્દી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગર્લ્સ કો-ઓર્ડીનેટર જૈસની ડેનિયલે ઉપસ્થિત દરેકનો આભર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની સફળતા માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોનું યોગદાન રહ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા શ્રીમતી પ્રમિલા ટોકરેએ સુંદર રીતે કર્યું હતું.