October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી-વલસાડ સહિત જિલ્લામાં મધરાતે ગાજવીજ કડાકા સાથે તોફાની વરસાદ પડયો

વાપી મોરારજી સર્કલ અને વલસાડમાં વૃક્ષો ધારાશાયી થયા : ભદેલી ગામે ડીપી તૂટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: છેલ્લા કેટલાક દિવસના વિરામ અને ઉકળાટ વચ્‍ચે બુધ-ગુરૂની મધરાતમાં વાપી, વલસાડ સહિત સમગ્ર જિલ્લામાં ગાજ-વીજ, કડાકા સાથે તોફાની વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ જવા પામી હતી.
વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં 100 થી લઈ 150 ઈંચ જેટલો એકધારો પડેલા વરસાદથી અતિવૃષ્‍ટીનો માહોલ છવાઈ ગયો હતો. ગયા સપ્તાહથી વરસાદે વિરામ લીધો હતો તો બીજી તરફ ગરમીનો ઉકળાટ વધી ગયો હતો. બુધવારે રાત્રે અને ગુરૂવારે મળસ્‍કે વચ્‍ચે મેઘરાજાની ફરી શાહી સવારી આવી હતી. ભારે પવન, તોફાન, વિજળીના કડાકાઓ વચ્‍ચે વરસાદે સતત બે કલાક તોફાની બેટીંગ કરી હતી. તોફાની વરસાદ હોવાથી વાપી મોરારજી સર્કલ પાસે 30 વર્ષ જુનુ વૃક્ષ ધરાશાયી થયું હતું તો વલસાડ ભદેલી ગામે તોતીંગ વૃક્ષ વિજળીની ડીપી ઉપર તૂટી પડયુ હતું. થાંભલાના કટકા થયા હતા. વિઘ્‍નહર્તાના આગમન સાથે જ વરસાદે અમીવર્ષા કરી હોય તેમ જિલ્લાભરમાં વરસાદ પડયો હતો. વાપીમાં ત્રણ ઈંચ અને વલસાડમાં અઢી ઈંચ ઉપર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. તોફાની વરસાદનેલઈ મધરાતે વીજ સપ્‍લાય દોઢ થી બે કલાક ખોરવાઈ જવા પામ્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

vartmanpravah

સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્‍યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ

vartmanpravah

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

Leave a Comment