Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપી

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

પોલીકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટશન દ્વારા ઉદ્યોગો અને ઘરોમાં વપરાતા જુદા જુદા કેબલો અને વાયરો વિશે વિસ્‍તૃત જાણકારી અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: તા.29-08-2022ના રોજ વાપી સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભારતની સૌથી મોટી કેબલ એન્‍ડ વાયર બનાવતી કંપની પોલીકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટશન દ્વારા ઉદ્યોગો અને ઘરોમાં વપરાતા જુદા જુદા કેબલો અને વાયરો વિશે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં પોલીકેબ ઈન્‍ડિયા લિ.ના વાઈસ પ્રેસિડેન્‍ટ પ્રજ્ઞેશભાઈ મોદી, સમીરભાઈ, બિનુ પિલ્લાઈ, દેબાતિત્‍યદે, રૂપેશ સ્‍વામી ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઈએવીના પ્રમુખ પાર્થિવ મહેતાએ સર્વેનું સ્‍વાગત પ્રવચન કર્યું હતું અને આગામી તા. 11મી સપ્‍ટેમ્‍બરના રોજ બ્‍લડ ડોનેશન કેમ્‍પ અને 16મી સપ્‍ટેમ્‍બરના રોજ એન્‍જિનિયર્સ-ડેની ઉજવણી માટે સર્વેને આમંત્રિત કર્યા હતા.
આ પ્રસંગે ઈએવીના સેક્રેટરી કમલેશ લાડ, ખજાનચી કલ્‍પેશ બથીયા, પૂર્વ પ્રમુખો, ટ્રસ્‍ટીશ્રીઓ, સભ્‍યો અને આમંત્રિતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાહતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહખજાનચી સંતોષ કુમારે કર્યું હતું અને આભારવિધી ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયાએ કરી હતી.

Related posts

શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્‍યંત આવશ્‍યકઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ઈન્‍ડસ્‍ટ્રીઝની ઓફીસમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારી ઝડપાયા

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

vartmanpravah

રૂ. ૬૧ કરોડના ખર્ચે તૈયાર બગવાડા રેલવે ઓવરબ્રિજનું રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

Leave a Comment