December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલના વિદ્યાર્થીઓ સ્‍કૂલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયામાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલના વિદ્યાર્થીઓએ સ્‍કૂલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા એસજીએફઆઈ અંતર્ગત અલગ અલગ રમતોમાં ભાગ લઈ તાલુકા કક્ષાએ જીત હાંસલ કરી હતી. આજે દક્ષિણા વિદ્યાલય નારગોલ ખાતે એથ્‍લેટીક્‍સ રમતોની પ્રતિયોગિતા હતી. આ રમતોમાં અંડર 14 જંપીંગ ઈવેંટ લાંબી કુદ હરિફાઈમાં સૃષ્‍ટી નિલેશ પટેલે પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું. જેની પસંદગી રાજ્‍ય કક્ષાએ કરાઈ હતી. આ સિધ્‍ધિ માટે શાળાના ફાઉંડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલ અને સ્‍કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલ, આચાર્યા શિક્ષકગણોએ વિજેતા બાળકો અને પી.ટી. શિક્ષક જીનલ મહેતાને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમજ આવનારી ઈવેંટ માટે શાળાના ખેલાડીઓને પ્રોત્‍સાહન આપતા શાળાના ફાઉંડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલે બાળકોનો સર્વાંગી વિકાસનોસ્ત્રોત ગણાતા ખેલ જગતમાં રસ લેવાની પ્રેરણા આપી હતી તેમજ કહ્યું કે ખેલફક્‍ત મનોરંજન માટે જ નહીં એ બૌધિક વિકાસ પણ કરે, શરીરને હૃષ્‍ટ પૃષ્‍ટ અને ગતિશીલ બનાવે છે તેમજ ટીમ વર્ક વિશે પણ બાળકોને માર્ગદર્શન આપી બાળકોનું મનોબળ વધાર્યુ હતું, સાથેસાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રગતિશિલ રહેશે.

Related posts

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્‍વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા

vartmanpravah

Leave a Comment