Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01: સેલવાસ ખાતે આવેલ લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ શાળામાં ગતતા.30મી ઓગસ્‍ટ, 2022ના રોજ પદ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે લાયન્‍સ ચેરિટેબલ ટ્રસ્‍ટના સભાપતિ શ્રી ફતેહસિંહ ચૌહાણ, ઉપ સભાપતિ શ્રી એ. ડી. નિકમ, કોષાધ્‍યક્ષ શ્રી વિશ્વેશ દવે, સચિવ શ્રી એ. નારાયણન અને ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો, લાયન્‍સ સ્‍કૂલના આચાર્ય શ્રી એ. એન. શ્રીધર, ઉપ આચાર્યા શ્રીમતી નિરાલી પારેખ તથા શ્રીમતી દેવકી બા કૉમર્સ ઍન્‍ડ સાયન્‍સ કોલેજના ઉપ આચાર્યા, હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપ આચાર્યા, શિક્ષકગણ તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પહેલાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી હતી. જેમાં શાળાના હેડ બૉય તરીકે ભાર્ગવ ઉપાધ્‍યાય અને હેડ ગર્લ તરીકે આનંદી શિન્‍દેને નિયુકત કરવામાં આવ્‍યા હતાં. સભાપતિ શ્રી ફતેહસિંહ ચૌહાણ દ્વારા હેડ બૉય અને હેડ ગર્લને શપથ લેવડાવાયા હતા. જે રીતે કોઈ પણ દેશનું સંચાલન કરવા માટે સંવિધાનની જરૂર પડે છે તે જ રીતે આ સંસ્‍થા સારી રીતે સંચાલિત કરવા માટે અનુશાસનની આવશ્‍યકતા પડે છે. ત્‍યારબાદ હેડ બૉય અને હેડ ગર્લ દ્વારા સોગંદનામા પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા.
સત્ર 2021-’22ના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ દ્વારા સત્ર 2022-’23 વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓને પોતાનો કાર્યભાર સોંપ્‍યો હતો. ત્‍યારબાદ સભાપતિશ્રીએતથા ઉપ સભાપતિશ્રીએ પોતાના પ્રેરણાત્‍મક શબ્‍દો દ્વારા તેમનો ઉત્‍સાહ વધાર્યો હતો. અંતમાં આ કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી.

Related posts

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

મોટી દમણની પરિયારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ‘નશામુક્‍ત ભારત’ની લેવામાં આવેલી પ્રતિજ્ઞા

vartmanpravah

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

19મી નવેમ્‍બરના શનિવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સત્‍કાર માટે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી યોજાનારો ભવ્‍ય રોડ શો

vartmanpravah

વાપી ચલા રોડ ઉપર વડાપ્રધાન મોદીનો લોકોની ઉત્તેજના વચ્‍ચે મેગા રોડ શૉ યોજાયો

vartmanpravah

Leave a Comment