October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

લંપટ પિતા કરતો હતો વહુની છેડછાડ : પુત્ર એ યુપીથી બોલાવી કરી હત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડી તાલુકાના કિકરલા કોરીવાડ ખાતે આવેલ સિયાર ખાડીના કિનારે અવાવરું જગ્‍યાએથી એક 66 વર્ષીય વૃદ્ધના માથાના ભાગે તથા શરીરના અન્‍ય ભાગે ઈજા થયેલ હાલતમાં લાશ મળી આવી હતી.
પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયા અને અન્‍ય પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી તપાસ દરમિયાન ઘટના સ્‍થળે લોહીના ડાઘા તથા મરનારનાશરીરને પણ ઈજાના નિશાન હોય શંકાસ્‍પદ જણાતી આ લાશને ઓરવાડ પીએસસી ખાતે પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્‍યા થઈ હોવાનું બહાર આવતા પારડી પોલીસે મૃતકના ખિસ્‍સામાંથી મળેલ મોબાઈલ નંબર પર ફોન કરતા દમણ ખાતે કામ કરતા મૃતકના ભત્રીજા અનિલ ઉર્ફે અર્જુન ભરતભાઈ રાઠોડે મૃતક પરશુરામનો પુત્ર દેશરાજ પરશુરામ રાઠોડ ઉદવાડાગામ ખાતે જીમી મિષાીના ત્‍યાં વોચમેન તરીકે કામ કરી ત્‍યાં જ રહેતો હોવાની માહિતી મળતા પારડી પોલીસ મૃતકના પુત્ર દેશરાજને તપાસ અર્થે પારડી પોલીસ સ્‍ટેશને લઈ આવી હતી.
તપાસ દરમિયાન પુત્ર દેશરાજે પોતાના પિતા પરશુરામની હત્‍યા કરી હોવાનું જણાવતા કહ્યું હતુ કે હું છેલ્લા કેટલાક સમયથી પારડી તાલુકાના ઉદવાડાગામમાં વોચમેનની નોકરી કરી અહીં જ રહું છું. જ્‍યારે મારી પત્‍ની ત્રણ બાળકો અને મારા પિતા સાથે યુપીમાં રહેતી હોય એક પુત્રી સમાન વહુને પિતા છેડછાડ કરી બે મહિનાથી હેરાન કરતા હોય આ અંગેની જાણ વારંવાર પત્‍નીએ પોતાના પતિ દેશરાજને કરતા દેશરાજે પોતાના પિતા પરશુરામને નોકરી અને દવા આપવાના બહાને ઉદવાડા ખાતે બોલાવી અગાઉથી જોઈ ગયેલ કિકરલા કોળીવાડની આ સિયાર ખાડીના પુલ પાસે લઈ જઈ માથામાં લાકડાનાફટકાઓ મારી લોહી લુહાણ કરી ગળું દબાવી હત્‍યા કરી લાશ ખાડીમાં નાખી હોવાનું કબુલતા પારડી પોલીસ હત્‍યારા પુત્રની ધરપકડ કરી જેલને હવાલે કરી દીધો હતો.
આમ પારડી પોલીસે ગણતરીના કલાકોમાં જ એક હત્‍યાનો ગુનો ઉકેલી એક સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અભિનંદનને પાત્ર છે.

Related posts

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં 75મા સ્‍વાતંત્ર્યદિનની ઉજવણી થઈ

vartmanpravah

સુરત રેન્‍જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્‍ય વન સંરક્ષક કે.રવિચંદ્રન રિલીવઃ મુખ્‍ય વન સંરક્ષક તરીકે પ્રશાંત રાજગોપાલને વધારાનો અખત્‍યાર

vartmanpravah

દાનહ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

દાનહમાં હોલીકા દહન કરાયું

vartmanpravah

દમણમાં પંચાયતી રાજના ઊંડા મૂળિયાં: 1987 સુધી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓનો રહેલો દબદબો

vartmanpravah

Leave a Comment