Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: વલસાડ જિલ્લા તથા પારડી શહેર ભાજપ દ્વારા પારડીના ધીરુભાઈ સતસંગ હોલ ખાતે એક નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શહેરનાᅠલોકોને આરોગ્‍ય લક્ષી તમામ સેવાઓ, નિદાન સારવાર અને દવાઓ નિઃશુલ્‍ક મળી રહે એવા ઉમદા હેતુસર આ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં દર્દીઓએ આવીᅠલાભ લીધો હતો.
વલસાડ જિલ્લા ભાજપ ડોક્‍ટર સેલ દ્વારાᅠપારડી શહેરભાજપના સહયોગથી રવિવારના રોજ ધીરુભાઈ સત્‍સંગ હોલ ખાતે નિઃશુલ્‍ક યોજાયેલા આ મેડિકલ કેમ્‍પમાં વલસાડના ખ્‍યાતનામ સુપર સ્‍પેશિયાલિસ્‍ટ, સ્‍પેશિયાલિસ્‍ટ, ફેમિલી ફિજીસીયન ડોકટરોએ ફિજીશિયન સારવાર, નાના બાળકોની સારવાર, દાંતની સારવાર, જનરલ સારવાર,સ્ત્રીઓની તપાસ, ગાયનોલોજિસ્‍ટ ડોકટરો દ્વારાસ્ત્રીઓની સારવાર તથા જરૂરી દવાઓ નિઃશુલ્‍ક આપવામાં આવ્‍યા હતા.
જેમાં શહેરના ખ્‍યાતનામ ડોક્‍ટર ડો. પ્રફુલ મહેતા, ડો. તપન દેસાઈ, ડો. લતેશ પટેલ, ડો. ભાવેશ દેસાઈ, ડો. દેવાંશી દેસાઈ, ડો. હર્ષિકા, ડો. અભિરાજ સિંહ ઠાકોર, ડો. જિગના દલવાડી, સહિતના જાણીતા ડોકટરોએᅠસેવા આપી હતી.
આ કેમ્‍પને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, સહિત ભાજપના અગ્રણી ધર્મેશ મોદી, સંજય બારિયા, અશોક પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી આ કેમ્‍પ સફળ બનાવ્‍યો હતો.
——

Related posts

ચીખલી એપીએમસીમાં લાભ પાંચમથી ચીકુની હરાજીનો પ્રારંભ

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

વાપીમાં રાજસ્‍થાન વિપ્ર મહિલા મંડળ દ્વારા ગણગોર ઉત્‍સવ ઉજવાયો : નૃત્‍ય કરી ગૌર માતાની અર્ચના કરી

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી પોલીસ દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

સેલવાસના બાવિસા ફળિયામાં ઘરમાં આગ લાગતા એક યુવતી દાઝી જતાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment