(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: ખેરગામ તાલુકાના ગામોની પ્રજા પાણી માટે વલખા મારે છે અને સરકાર પણ પ્રચાર પ્રસાર કરીને પાણીનો બચાવ કરવાની વાતો કરે છે ત્યારે ખેરગામ તાલુકાના નહેર વિભાગની બેદરકારીને કારણે ખેરગામ તાલુકામાં નહેર ઓવરફલો થાય તો નવાઈ નહી. કેનાલમાં કચરો સાફ સફાઈ કરવાનું હોય છે પરંતુ ઉપર ઉપર ઝાડી ઝાંખરનું સામ્રાજ્ય સ્થપાઈ હોય છે તેવા જાદવા નહેર વિભાગ દ્વારા સાફ સફાઈ કરી દેખરેખ કર્યા વિના જ વગર પાણી છોડી મુકાશે. નહેરમાં પાણીનું રોટેશન ચાલુ કરવામાં આવશે એવામાંખેરગામ તાલુકામાં માઈનોર કેનાલમાં જમા થયેલા કચરાને કારણે હજારો લીટર પાણી કેનાલમાંથી ઉભરાઈને રસ્તા પર આજુબાજુના ખેતરમાં ભરાવાની સંભાવના વધી જશે. જેના કારણે અનેક કેટલોય લીટર પાણીનો વેડફાટ થશે એમાં કોઈ નવાઈ નહી.
ખેરગામ તાલુકામાંથી પસાર થતી માઈનોર કેનાલમાં માત્રામાં જંગલી છોડોનો ઉગાવો નીકળી આવ્યો હતો. અને તેમાં સફાઈ નહિ કરાતા પાણી છોડાતા પાણીનો પ્રવાહ અવરોધાય તો કોઈ નવાઈ નહી.
નહેરખાતા દ્વારા કેનાલોમાં પાણી છોડતા પહેલા કેનાલ સફાઈ કરવાની હોય છે. પરંતુ નહેરમાં ઉપર ઉપર સાફ સફાઈ કરી નકરી વેઠ ઉતારવામાં આવતી હોય છે. જો કે, આ કેનાલ સફાઈની કામગીરીમાત્ર કાગળ પર જ થાય છે અથવા તો આ કામગીરી કરવા બાબતે હાથ ખંખેરી દેવામાં આવે છે. જેના પાપને કારણે પાણી વેડફાઈ તો નવાઈ નહિ.