Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

દમણ-દીવની 2009ની લોકસભા ચૂંટણીમાં કરેલા દેખાવ કરતા વધુ પ્રભાવશાળી મતોથી આ ચૂંટણી જીતવા ભાજપના કાર્યકરોની સાથે સામાન્‍ય લોકોમાં પણ મજબૂત બનેલો સંકલ્‍પ

લોકસભાના ઉમેદવારની જાહેરાત ભાજપે પોતાની પ્રથમ યાદીમાં કરી દમણ અને દીવનું મહત્‍વ પણ વધાર્યું છે અને ચોથી ટર્મ માટે તક આપી વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપર ભાજપહાઈકમાન્‍ડે પોતાનો વિશ્વાસ પણ પ્રગટ કર્યો છે.
2009ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપના ઉમેદવાર બનેલા શ્રી લાલુભાઈ પટેલના ચૂંટણી પ્રચાર માટે આવેલા તત્‍કાલિન ગુજરાતના મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દમણ-દીવના લોકોને ‘ડાહ્યા’ બનીને મતદાન કરવા અપીલ કરી હતી. શ્રી લાલુભાઈ પટેલ 2009ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક મતોના માર્જીનથી વિજયી થયા હતા. ત્‍યારબાદ આવેલી તમામ ચૂંટણીમાં શ્રી લાલુભાઈ પટેલ અને ભાજપનો હાથ ઉપર રહ્યો હતો.
દમણ-દીવમાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસની સાથે સાથે એક નેતા તરીકે શ્રી લાલુભાઈ પટેલની પણ લોકપ્રિયતા અપાર છે. તેમનું ભાગ્‍યબળ પણ મજબૂત છે. આજે દમણ-દીવમાં થયેલા ઐતિહાસિક વિકાસનો શ્રેય સાંસદ તરીકે શ્રી લાલુભાઈ પટેલના ફાળે અવશ્‍ય જાય છે.
એક નેતા તરીકે ગુણ હોવા જોઈએ તે તમામ ગુણો શ્રી લાલુભાઈ પટેલ પાસે છે. તેઓ ભાગ્‍યે જ કોઈનો ફોન ઉંચકતા નથી અને જો મિસ્‍ડકોલ દેખાય તો ફરી ફોન કરવાની કાળજી પણ તેઓ મોટા ભાગે લેતા હોય છે. તેમના ઘરના દરવાજા તમામ માટે હંમેશા ખુલ્લા રહે છે. તેમના ઘરે પાળેલા કોઈ કૂતરા નથી અને હોય તો તે છૂટા ફરતા નથી. કોઈ વોચમેન કે દરવાન આવનારને રોકતો નથી કે ટોકતો પણ નથી. શ્રી લાલુભાઈ મોટાભાગેલોકોના સંર્પકમાં જ રહેવાનો અભિગમ રાખે છે, જેના કારણે સામાન્‍ય લોકો પણ તેમને સરળતાથી મળી શકે છે. કોઈ સામાન્‍ય અને ગરીબ પરિવારના લગ્ન, મરણ કે અન્‍ય સામાજીક પ્રસંગોએ તેમની હાજરી રહેતી હોય છે. શ્રી લાલુભાઈ પટેલે પોતાના સંપર્કના માધ્‍યમથી દમણ-દીવ અને આજુબાજુના વિસ્‍તારના ઘણા લોકો માટે દેવદૂત પણ સાબિત થયા છે. કારણ કે, માંદગીમાં પટકાયેલા દર્દીને ઉત્તમ સારવાર અપાવી તેમને સાજા કરવા સુધીના અનેક કામો કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ વગર તેઓ કરતા રહે છે. આ તમામ બાબતો શ્રી લાલુભાઈ પટેલને અન્‍ય નેતાઓ કરતા અલગ તારવે છે.
દમણ-દીવની બેઠક અત્‍યાર સુધી ભાજપ માટે સૌથી સલામત પૈકીની એક છે. શ્રી લાલુભાઈ પટેલનો વિજય લગભગ નિヘતિ હોવાનું દેખાય છે. કેન્‍દ્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત સરકારનું ગઠન કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને દમણ-દીવ ઉપર ખાસ પ્રેમ અને સ્‍નેહ હોવાના કારણે આવતા દિવસોમાં આ પ્રદેશ ઔર ઉંચી ઉડાન ભરે એવી ગોઠવણ થવાની શક્‍યતા પણ નકારાતી નથી. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે શ્રી લાલુભાઈ પટેલ 2009માં પોતાને મળેલી વિજયની માર્જીન કરતા પણ શ્રેષ્‍ઠ દેખાવ કરે એવી તમામની અપેક્ષા પણ હાલના તબક્કે દેખાઈ રહી છે.
સોમવારનું સત્‍ય
દાદરા નગરહવેલી અને દમણ-દીવના સાંસદને આઝાદી બાદ અત્‍યાર સુધી એક પણ વખત ભારત સરકારમાં મંત્રી બનવાની તક મળી નથી. ત્‍યારે લગાતાર ચોથી વખત દમણ-દીવનું પ્રતિનિધિત્‍વ કરવા આગળ ધપી રહેલા શ્રી લાલુભાઈ પટેલ કેન્‍દ્રમાં મંત્રી બની શકે એવી સંભાવના નકારાતી પણ નથી. આગળ આગળ શું થાય તે જોતા રહીએ.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

રાષ્‍ટ્રિય સેવા યોજના દાદરા નગર હવેલી અને દમણ અને દીવના સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ પરેડમાં થયેલી પસંદગી

vartmanpravah

વાપી નગરપાલિકાની પ્રથમ સામાન્‍ય સભા આજેયોજાશે : નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

વાપીમાં ડિઝાસ્‍ટર પ્રિવેન્‍શન એન્‍ડ મેનેજમેન્‍ટનું નવું ભવન સાકાર થશે

vartmanpravah

Leave a Comment