28મી ઓગસ્ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં મોતના શિકાર બનેલા 28 બાળકોની પુનિત સ્મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસને મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી આપેલી ચિરંજીવ શ્રદ્ધાંજલિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26: અગામી 28મી ઓગસ્ટના રવિવારે પેડેસ્ટ્રીયલ બ્રિજ, મોટી દમણ ખાતે નવનિર્મિત ચિલ્ડ્રન મેમોરિયલ પાર્કનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે.
અત્રે યાદ રહે કે, તા.28મી ઓગસ્ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં 28 બાળકોના મોત થયા હતા. જેની પુનિત સ્મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચિલ્ડ્રન મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી મૃતકોને ચિંરજીવ શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કર્યું છે.
રવિવારે યોજાનાર લોકાર્પણ સમારંભમાં એક શાંતિ સભાનું પણ આયોજન કરાયું હોવાની જાણકારી મળી છે.