January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રૂ. ૨૬૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

આ યોજના સાકાર થવાથી ૫૭ ગામની અંદાજીત ૨.૫૫ લાખની વસ્તીને પીવાનું પાણી મળશે

મંત્રીશ્રીએ કામગીરીનું નિરિક્ષણ કરી માર્ચ ૨૦૨૪ સુધીમાં યોજના પૂર્ણ કરવા તાકીદ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, 0૮: રાજ્યના જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતના કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજરોજ સોમવારે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ દમણગંગા બલ્ક પાઇપલાઇન આધારિત ધરમપુર તાલુકાની જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ ૫૭ ગામોની ૨.૫૫ લાખની વસતીને ૨૫.૪૯ એમ. એલ. ડી. પાણીની જરૂરીયાત પુરી પાડવા માટે ધરમપુરના ટાંકી ગામ ખાતે પેકેજ-૧ અંતર્ગત ૨૦ ગામો માટે રૂ. ૧૦૭.૪૭ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આર. સી. સી. ટાંકી અને સંપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ધરમપુર પાણી પુરવઠા જુથ યોજનાના પ્લાનની જાણકારી પાણી પુરવઠા બોર્ડના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર શશી વાઘેલા અને જિલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલ ઈજનેર આશાબેન એસ. પટેલે આપી હતી. જે અંગે મંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કરી ધરમપુરના ૫૭ ગામોની આ યોજના માર્ચ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી. આ યોજનાના પેકેજ-૧ માં યોજનાની રકમ ૧૦૭. ૪૭ કરોડ, પેકેજ-૨માં યોજનાની રકમ રૂ. ૧૦૬.૯૫ કરોડ અને પેકેજ-૩માં યોજનાની રકમ રૂ. ૫૩.૦૪ કરોડ મળી કુલ રૂ. ૨૬૭.૪૬ કરોડના ખર્ચે યોજના સાકાર થશે.
આ યોજના હેઠળ ધરમપુર તાલુકાના ૫૭ ગામોને ૩ પેકેજ હેઠળ આવરી લીધા છે. પેકેજ-૧માં ધરમપુરના ટાંકી કલસ્ટરમાં ૨૦ ગામોમાં ટાંકી, તિસ્કરી તલાટ, બારોલીયા, કાકડકુવા, તુંબી, કુરગામ, નાની વહીયાળ, લાકડમાળ, આસુરા, બામટી, રાનપાડા, ખારવેલ, બારસોલ, ભાંભા, નાની ઢોલડુંગરી, રાજપુરી તલાટ, મોટી ઢોલડુંગરી, ખટાણા, મરઘમાળ અને વિરલ, પેકેજ-૨માં ચીંચોઝર કલસ્ટરમાં ૨૩ ગામોમાં ઝરીયા, બરૂમાળ, બીલપુડી, ચીંચોઝર, કેલવણી, સિદુમ્બર, પાનવા, ઉક્તા, ટીટુખડક, આવધા, રાજપુરી જંગલ, ગોરખડા, લુહેરી, કાંગવી, આંબાતલાટ, બોપી, ચાસમાંડવા, હથનબારી, હનમતમાળ, ખામદહાડ, કરંજવેરી, ખાંડા અને ભવાડાતલાટ અને પેકેજ-૩માં ભેંસદરા કલસ્ટરમાં ૧૪ ગામોમાં ભેંસદરા, ફૂલવાડી, માકડબન, ધામણી, પેણધા, તામછડી, વાઝલત, હેદરી, ધાંકવળ, મોહનાકાવચાલી, દાંડવળ, પીરમાળ, પિપરોળ અને રાણવેલી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મુલાકાત વેળા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત, પાણી પુરવઠા બોર્ડના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલ અને ધરમપુર મામલતદાર ફ્રાન્સીસ વસાવા હાજર રહ્યા હતા.

Related posts

વલસાડમાં રાત્રે મેઘરાજાની ધુંઆધાર બેટીંગઃ શહેરના મોટાભાગના વિસ્‍તારો પાણીમાં ગરકાવ

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારી બેઠકમાં સંઘપ્રદેશ 3ડી ભાજપ મહિલા મોરચાએ લીધેલો ભાગ

vartmanpravah

પારડીમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

બાલદામાં થયેલ બુલેટ અને કાર વચ્‍ચે અકસ્‍માતની 22 દિવસ બાદ ફરિયાદ

vartmanpravah

Leave a Comment