October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે કલાકાર ખૂજરભાઈ આદિવાસી પરિવારના માટે મસીહા બનીને જરૂરિયાતમંદની સેવા મકાન બનાવી ગૃહ પ્રવેશ કર્યો. આદિવાસી સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
જાણીતા કલાકાર નીતિન જાની જે ખજુર નામે વધુ ઓળખાય છે. નીતિન જાની આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે અને આજે દરેક ઘરમાં તેમની આગવી ઓળખ છે. નીતિન જાનીને આજે આખું ગુજરાત ગરીબોના મસીહા તરીકે ઓળખે છે, નીતિન જાનીએ જે કામ કર્યું છે તે ખરેખર બીજું કોઈ કરી ના શકે અને એટલે જ તેઓ ગુજરાતની જનતાના પણ ખુબ જ પ્રિય વ્‍યક્‍તિ છે.


નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂર” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડ્‍યા પછી આદિવાસી ક્ષેત્રમાં પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કર્યો છે.
કોમેડી કિંગ અને સેવાભાવી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ મીનાક્ષી દવે સાથે લગ્ન કરી પ્રભૂતામાં પગલા 8 ડિસેમ્‍બરના સાવરકુંડલા ખાતેનીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે લગ્ન કર્યા હતાં. મહત્ત્વનું છે કે પ્રભૂતામાં પગલાં પાડ્‍યા પછી આદિવાસી ક્ષેત્રમાં પહેલું ઘર કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે ભીંસરા ફળિયામાં રહેતા નાયકા (વારલી) સમાજમાં એક પરિવારનું ત્રણેય બાળકોના પિતા દારૂ પીને તેમને રોજ મારતા હતા. 15 વર્ષનો દિવ્‍યેશ કુપોષિત છે. 12 વર્ષીય ડિમ્‍પલ અને 7 વર્ષનો રણવીર બે વર્ષથી શાળાએ જઈ શકયા નથી કારણ કે તેમને તેમના કુપોષિત ભાઈની જવાબદારી લીધી છે. તેમનું ઘર બનાવી રહ્યા છીએ અને આગળના અભ્‍યાસની જવાબદારી પણ લીધી છે.
કુપોષિત બાળકોની પીડા અને દાદી ત્રણેય બાળકોના મજબુરી હૃદયથી સ્‍પર્શી ગઈ તો ખુલ્લા હાથે મદદ કરી માનવીય સંવેદનની સહજ ઉદાહરણ પુરુ પાડ્‍યું છે. જાણીતા કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા જરૂરિયાત મંદ પરિવાર માટે મકાન બનાવી આપવામાં માટે સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.
‘‘સેવા હતો જેનો પરમ ધર્મ” માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાના વિધાનને અનુસરતા ખજૂરભાઈએ જ આદિવાસી ત્રણ બાળકો સાથે રહેતા દાદીને મકાન બનાવી આપવામાં આવ્‍યું.

Related posts

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

આજે લોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર પાંચ ઉમેદવારો વચ્‍ચે જંગ = આજે દમણ અને દીવમાં મુખ્‍યત્‍વે 3 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતદારો કરશે

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

Leave a Comment