October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૦૬: ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિમાલીબેન એમ.જોષી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2022-23 તા.2 અને 3 સપ્ટેમ્બરના રોજ અતુલ ગ્રામપંચાયતના હોલ ખાતે 6 ભાગમાં યોજવામાં આવ્યો હતો. ગાયન, નૃત્ય, વાદન, અભિનય, સાહિત્ય અને કલા વિભાગ ક્ષેત્રે 3 વયજુથમાં કુલ 23 સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ જિલ્લાના કલેકટર શ્રીમતિ ક્ષિપા એસ.આગ્રે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારિયા, જિલ્લા રમત ગમત અધિકારી દિનેશકુમાર પી.નાડોદા, સરપંચ વી.ટી.નાયકા તેમજ અતુલ કંપનીના મેનેજર ગૌતમ દેસાઈએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષામાં પ્રથમ વિજેતા થયેલા કલાકારો દક્ષિણ ઝોન કક્ષામાં ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા કલાકારોને રોકડ– પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે.

Related posts

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah

સંઘના સ્‍થાપના દિવસના ઉપલક્ષમાં આયોજીત વિજયા દશમી શષા પૂજન કાર્યક્રમ

vartmanpravah

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment