Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા કોર્ટ પરિસરમાં પેરા લીગલ વોલ્‍યુન્‍ટર્સ માટે બેદિવસીય કાર્યપ્રણાલી પ્રશિક્ષણ શિબિરનો આરંભ

આજે પૂર્ણાહૂતિઃ પ્રશિક્ષિતો પૈકી પસંદ કરાયેલા વોલ્‍યુન્‍ટરો વિવિધ પંચાયતોમાં ગઠિત વિલેજ લીગલ એન્‍ડ કેર સેન્‍ટરમાં દર મંગળવારે પોતાની સેવાઓ આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
આજે સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા કોર્ટ પરિસરમાં પેરા લીગલ વોલ્‍યુન્‍ટર્સ માટે બે દિવસીય કાર્યપ્રણાલી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બે દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્‌ઘાટન આજે ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ અને સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્‍યસચિવ શ્રી અમિત પી. કોકાટેએ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણના સભ્‍યસચિવ શ્રી અમિત પી. કોકાટેએ આ સંબંધમાં જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, આજથી દમણ કોર્ટ પરિસરમાં લીગલ વોલ્‍યુન્‍ટર માટે બે દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. અહીંથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરી પસંદ કરાયેલા પેરા લીગલ વોલ્‍યુન્‍ટર સંબંધિત પંચાયતોમાં ગઠિત વિલેજ લીગલ એન્‍ડ કેર સેન્‍ટરમાં દર મંગળવારે પોતાની સેવાઓ આપશે. તેમણે જણાવ્‍યું હતું કે, વિલેજ લીગલ એન્‍ડ સપોર્ટ કેર સેન્‍ટર શરૂ કરવાનો ઉદ્દેશ કમજોર અને અક્ષમ લોકોને ફક્‍ત ન્‍યાય અપાવવાનો નથી. પરંતુ કાનૂન સંબંધિતજાગૃતિ પણ ઘર ઘર સુધી ઉપલબ્‍ધ કરાવવાની છે.
આ પ્રસંગે સહાયક પબ્‍લિક પ્રોસિક્‍યુટર શ્રી રામ દેશપાંડેએ એફ.આઈ.આર. અને ધરપકડ, ધારાશાષાી સુશ્રી વેનિકા ડીસિલ્‍વાએ લગ્ન અને ઉત્તરાધિકાર, વકિલ શ્રી સી.કે.મોડાસિયાએ લેન્‍ડ રેવન્‍યુ તથા ડીપીવીએઆર, વકિલ શ્રી ઉદય પટેલે સી.આર.પી.સી.ના સામાન્‍ય પ્રોવિઝન તથા સુશ્રી લિપીકા જોષીએ નોટરી અધિનિયમના પ્રોવિઝનની બાબતમાં પેરા લીગલ વોલ્‍યુટરોને વિસ્‍તૃત જાણકારી આપતા તેમની કાર્યપ્રણાલી તથા કર્તવ્‍યની બાબતમાં માહિતગાર કર્યા હતા. આ બે દિવસીય પ્રશિક્ષણ શિબિર આવતી કાલે પણ ચાલુ રહેશે. જેમાં પેરા લીગલ વોલ્‍યુન્‍ટરોને વિવિધ કાયદા અને અધિકાર પારિવારિક વિવાદનું સમાધાન અને અન્‍ય ગુનાહિત પ્રકરણોની જાણકારી આપવામાં આવશે.

Related posts

ચીખલી રાનકુવા ચાર રસ્‍તા સર્કલ પાસેથી ખારેલ-ધરમપુર માર્ગ પર ભારે વાહનોની અવર જવરથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્‍યા

vartmanpravah

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

vartmanpravah

બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

vartmanpravah

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment