October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

09 એક્‍સાઈઝ ગાર્ડોને દાનહથી દમણ, 08 એક્‍સાઈઝ ગાર્ડોને દીવથી દમણ, 08 એક્‍સાઈઝ ગાર્ડોને દમણથી દીવ અને 09 એક્‍સાઈઝ ગાર્ડોને દમણથી દાનહ ખાતે કરાયેલી બદલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચાર એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટર અને એક એકસાઈઝ સબ ઈન્‍સપેક્‍ટરની આંતર જિલ્લા બદલીનો આદેશ જારી કર્યો છે અને એક્‍સાઈઝ વિભાગના 34 જેટલા એક્‍સાઈઝ ગાર્ડોની પણ સાગમટે દાનહ, દમણ અને દીવ વચ્‍ચે બદલીનો આદેશ કરી વિભાગમાં પારદર્શક્‍તા લાવવાનો પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત માહિતીપ્રમાણે વર્કિંગ એરેન્‍જમેન્‍ટમાં દીવ ખાતે ફરજ બજાવી રહેલા શ્રી દિપકકુમાર વી. નિગમને દાનહ, દમણ ખાતે ફરજ બજાવતા એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટર શ્રી એલ્‍ફન્‍સીટોને જે.અઝેવદોને દાનહ, શ્રી અંકિત ગુલાબભાઈને દમણથી દીવ, શ્રી દિક્ષીત આર.ચારણીયાને દમણથી દીવ અને એક્‍સાઈઝ સબ ઈન્‍સપેક્‍ટર શ્રી ધીરુભાઈ બી.હળપતિને દમણથી દીવ બદલીનો આદેશ જારી કરાયો છે.
09 એક્‍સાઈઝ ગાર્ડોને દાનહથી દમણ, 08 એક્‍સાઈઝ ગાર્ડોને દીવથી દમણ, 08 એક્‍સાઈઝ ગાર્ડોને દમણથી દીવ, 09 એક્‍સાઈઝ ગાર્ડોને દમણથી દાનહ ખાતે બદલીના આદેશ કરાયા છે કુલ 34 એક્‍સાઈઝ ગાર્ડોની આંતર જિલ્લા બદલી કરી વિભાગમાં ગતિશીલતા અને પારદર્શકતા લાવવાની કોશિષ થઈ છે.

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment