(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.23: સ્થાનિક પોલીસે બાતમીના આધારે પીએસઆઇ-સમીર કડીવાલા, હે.કો-અલ્પેશભાઈ નવનીતભાઈ, સંદીપસિંહ ભૂપતસિંહ સહિતનો સ્ટાફ તાલુકાના બામણવેલ ગામે કોયા ફળીયામાંરહેતા વિજયભાઈ મોતીભાઈ પટેલના ઘરે છાપો મારી શ્રાવણીયો જુગાર રમતા 12-જેટલા ઈસમો જેમાં વિજય મોતીભાઈ પટેલ (ઉ.વ-33), નિલેશ અરવિંદભાઈ પટેલ (ઉ.વ-43), વિરલ ગોવિંદભાઇ પટેલ (ઉ.વ-30), કેતન ગોવિંદભાઈ પટેલ (ઉ.વ-26), દિવ્યેશ ગુલાબભાઈ પટેલ (ઉ.વ-38) (પાંચેય રહે.બામણવેલ કોયા ફળીયા તા.ચીખલી), ક્રિષ્ના રતિલાલ પટેલ (ઉ.વ-27), અજય સોમાભાઈ પટેલ (ઉ.વ-32) (બન્ને રહે.બામણવેલ જીનકા ફળીયા તા.ચીખલી), નિલેશ મહેશભાઈ પટેલ (ઉ.વ-38), ભાવેશ ગમનભાઈ પટેલ (ઉ.વ-34) (બન્ને રહે.બામણવેલ કલવાચ ફળીયા તા.ચીખલી), પરિમલ મનુભાઈ પટેલ (ઉ.વ-31), મહેન્દ્ર ધીરૂભાઇ પટેલ (ઉ.વ-33) (બન્ને રહે.ખૂંધ પોકડા સાઈ નગર સોસાયટી તા.ચીખલી), અંકિત બાબુરાવ દક્ષિણી (ઉ.વ-34) (રહે.બામણવેલ પારસી ફળીયા તા.ચીખલી)ને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઈસમોની અંગ ઝડતીમાંથી રોકડા રૂ.62,750, દાવ ઉપરના રૂ.13,650 તેમજ મોબાઇલ ફોન 12 કિં.રૂ.1,20,000 મળી કુલ્લે રૂ.1,96,400 નો મુદ્દામાલ કબ્જે કરી બનાવની ફરિયાદ પો.કો-અલ્પેશ ધરમશીભાઈએ આપતા વધુ તપાસ પીએસઆઇ-સમીર કડીવાલા કરી રહ્યા છે.