Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

ટી.સી. મુક્‍તારભાઈ કાજીએ ફર્સ્‍ટ ક્‍લાસમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલ રવિ અને રોહીત વિરૂધ્‍ધ જી.આર.પી. વલસાડમાંનોંધાવેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવી ગુનો છે છતાંય માથાભારે મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા હોય છે. કંઈક તેવી જ ઘટના ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ગતરોજ ઘટી હતી. ડુંગરી નજીક ફસ્‍ટક્‍લાસ કોચમાં મુસાફરી કરી રહેલ બે ભાઈઓ પાસે ચેકીંગ દરમિયાન ટી.સી.એ ટિકિટ માંગી હતી. ટિકિટ નહી બતાવતા દંડ કરવાનું જણાવતા બે ભાઈઓએ ટી.સી. ઉપર હુમલો કરી રોકડ તથા મોબાઈલ ઝૂટવી લેતા ટી.સી.એ વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભિલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ટી.સી. મુક્‍તારભાઈ મોહંમદ કાજી રાબેતા મુજબ ડુંગરી સ્‍ટેશને ટ્રેનમાં ફસ્‍ટ ક્‍લાસ કોચમાં ટિકિટ ચેકીંગ કરવા ચઢયા હતા. કોચમાં મુસાફરી કરી રહેલ રવિ સરોજકુમાર અને રોહીત સરોજકુમાર નામના બે ભાઈઓ પાસે ટી.સી.એ ટિકિટ માંગી હતી. જે રજૂ નહી કરતા ટી.સી.એ દંડ ભરવાનું જણાવેલું. તેથી ઉશ્‍કેરાઈને બન્ને ભાઈઓએ ટી.સી. ઉપર હુમલો કરી રોકડા 760 અને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. બન્ને ભાઈઓ બિલીમોરા પહેલા નીચે ઉતરી ફરાર થઈ ગયા હતા તેથી ટી.સી. મુક્‍તારભાઈએ વલસાડ જી.આર.પી.માં બન્ને વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળા એથ્‍લેટિક્‍સ 400 મીટર દોડ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ સ્‍કૂલના વિદ્યાર્થીએ મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

વાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્‍લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈ

vartmanpravah

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્‍યામ ઈલેવન ફાઈનલ વિજેતા

vartmanpravah

Leave a Comment