(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશની તમામ શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ કરાયેલા મેગા આરોગ્ય સ્ક્રીનિંગ અભિયાનમાં આજે દાદરા નગર હવેલીના માંદોની, દૂધની, આંબોલી, ખાનવેલ, દપાડા, રખોલી, કિલવણી, રાંધા, દાદરા અને નરોલી વિસ્તારના કુલ 12236 વિદ્યાર્થીઓ અને આંગણવાડી બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. બાળકોનું આરોગ્ય સ્ક્રીનિંગ કરી રહેલ આરોગ્ય વિભાગના કર્મીઓ તથા બાળકો તસવીરમાં દૃશ્યમાન થાય છે.