(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના સારવણી ગામે બીડ ફળીયામાં રહેતા સીતાબેન અને ચંદુભાઇ પતિ-પત્ની ધરમાં હતા. તે દરમ્યાન સોમવારના રોજ રાત્રેના નવેક વાગ્યાના અરસામાં અચાનક તેમનું મકાન જમીનદોસ્ત થતા તેઓ દબાઈ જતા આસપાસના લોકો દોડી આવી તેમનેબહાર કાઢયા હતા અને સ્થાનિક આગેવાન સુનિલભાઈ સહિતનાઓ દ્વારા બન્ને દંપતિ ને શરીરે ઇજા થતાં ચીખલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વરસતા વરસાદમાં અને રાત્રી દરમ્યાન અચાનક સવિતાબેનનું કાચું મકાન ધરાશયી થતા છતના નળીયા સહિતનાઓ ભુક્કો બોલી ગયો હતો અને ઘરવખરી, અનાજ, કઠોળ પણ પલળી જતા ચોમાસામાં છત ગુમાવવા સાથે પરિવારને મોટું આર્થિક નુકશાન થયું હતું. સ્થાનિક પંચાયત દ્વારા નુકશાની અંગેનો સર્વે કરી પંચકયાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
ચીખલી પંથકમાં બે દિવસથી વરસાદનું જોર ઘટયું છે. પરંતુ ઘનઘોર વાતાવરણ વચ્ચે છુટા છવાયો વરસાદ ચાલુ જ રહેતા વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની માત્રા વધારે રહેવા પામી છે. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક અનુભવાઇ રહી છે.