Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવ માં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવીઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આજ રોજ તા.10-09-2022 ને શનિવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહના માર્ગદર્શન હેઠળ ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ‘‘મનુષ્‍ય તૂ બડા મહાન હૈ” ની પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્‍યાર પછી શાળાના વરિષ્ઠ નેશનલ એવોર્ડ વિજેતા હિન્‍દી શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટ એ 10 મી સપ્‍ટેમ્‍બરના રોજ વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેમજ તેની મુખ્‍ય ઉદ્દેશ્‍ય શો છે? તેના વિશે અનેક ઉદાહરણો, પ્રસંગ કથા, વાર્તા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ત્‍યારબાદ ‘‘યે મત કહો ખુદા સે મેરી મુશ્‍કિલ બડી હૈ, યે મુશ્‍કિલ સે કહેદો મેરા ખુદા બડા હૈ” ગીત સંભળાવી સૌને મંત્ર મુગ્‍ધ કર્યા.
એ પછી અંતમાં શાળાના પ્રભારીશ્રી, શિક્ષક ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થીગણ સૌએ સાથે મળી ને ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ”ની ઉજવણી નિમિત્તે શપથ ગ્રહણ કર્યા. સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટ દ્વારા કરવામાં આવ્‍યું. શાળાના સૌ સ્‍ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતે ચોતરા બેઠક દ્વારા સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા શરૂ કરેલો નવતર પ્રયોગ

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

નવસારી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment