Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.28/11/24ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે વાપીથી વલસાડ જવા રવાના થશે. 9-30 કલાકે ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ, વલસાડ સ્‍ટેટ હાઈવે, આરપીએફ ઓવરબ્રિજથી પારનેરા ફોરલેન કારપેટીંગ, તિથલ-ધરમપુર ચોકડી રોડનું કારપેટીંગ અને વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે. આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમના સ્‍થળ (1) અબ્રામા ધરમપુર રોડ એસટી વર્કશોપ, (2) ઔરંગા બ્રિજ પાસેવલસાડ – ગુંદલાવ રોડ અને (3) શાકભાજી માર્કેટ, વલસાડ રહેશે. કાર્યક્રમો પૂર્ણ થયે વાપીમાં મત વિસ્‍તારોની મુલાકાત લેશે. તા.29/11/24ને શુક્રવારે સવારે 9-30 કલાકે વાપી જીઆઈડીસીના વીઆઈએ ખાતે ઓડીટોરિયમનું ખાતમુહૂર્ત કરશે. ત્‍યારબાદ 10 કલાકે પરિયા સ્‍કૂલ ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉપસ્‍થિત રહેશે.
તા.30/11/24ને શનિવારે સવારે 9 કલાકે વાપીથી ચલા જવા રવાના થશે. 9-30 કલાકે ચલામાં 66 કે.વી. સબ સ્‍ટેશનનું ભૂમિ પૂજન અને 10-30 કલાકે છીરી ખાતે 66 કેવી સબ સ્‍ટેશનનું ભૂમિ પૂજન વિધિ કરશે. તા.01/12/24ને રવિવારે સવારે 8-30 કલાકે વાપીથી દેગામ જવા રવાના થશે. 9-30 કલાકે દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજિત કંપાઉન્‍ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્‍થિત રહેશે.

Related posts

વલસાડ જિલ્લામાં તા. 16 ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક યોજી, તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પાસે પુટ્ટી પાવડરની આડમાં ટેમ્‍પોમાં ભરેલ રૂા.13.62 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

મતદાન જાગૃતિનો અદ્‌ભૂત નજારો: મોબાઈલના ફલેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ

vartmanpravah

Leave a Comment