January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.05: ચીખલી તાલુકાના માણેકપોર ગામની સીમમાંથી ગત 9મી જૂનના રોજ પોલીસને આઈસર ટેમ્‍પોમાં રાસાયણિક ખાતરનો જથ્‍થો શંકાસ્‍પદ જણાતા ખેતીવાડી અધિકારીને જાણ કરી ટ્રક નં.જીજે-02-એક્ષએક્ષ-7729માં લાવી બે આઈસર ટેમ્‍પો જીજે-21-વાય-1547 અને જીજે-21-ડબ્‍લ્‍યુ-3207માં ખાલી કરાયેલ યુરિયા ખાતરની બેગ નંગ 500નો 1,33,250/- રૂપિયાનો જથ્‍થો અને ત્રણ વાહનો સાથે કુલ 29,33,250/- રૂપિયાનો મુદ્દામાલ કબ્‍જે કરી બારડોલી સ્‍થિત રાસાયણિક ખાતર ચકાસણીની પ્રયોગશાળામાં સેમ્‍પલ મોકલાવતા આ ખાતરનો જથ્‍થો નિમ કોટેડ યુરિયા ખાતરનો હોવાનું પ્રાથમિક તપાસમાં જ બહાર આવતા ચીખલીના ખેતીવાડી અધિકારી ચંદુભાઈ ગાંગોડા(રહે.બારીપાડા તા.આહવા, જી.ડાંગ)ની ફરિયાદ મુજબ મોહનરામ નૈનારામ મેઘવાલ (ધંધો-ડ્રાઇવિંગ, રહે.સરાગામ, તા.સીણધરી, જી.બાડમેર, રાજસ્‍થાન), ભાવેશ પટેલ (રહે.આમલિયા તા.ગણદેવી), ધર્માંરામ ઉદારામ મેઘવાલ (રહે.રાવતસર તા.સીણધરી, જી.બાડમેર, રાજસ્‍થાન) તથા અક્ષય પટેલ દ્વારા એકબીજાની મદદગારી થી યુરિયા ખાતરનો કારભાર કરનાર ઉપરોક્‍ત ચાર સામે આવશ્‍યક ચીજવસ્‍તુ ધારા તથા આઈઓઈસીની વિવિધ કલમોની જોગવાઈ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

Related posts

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત-ગમત સ્‍પર્ધામાં દમણ જિલ્લા અંડર-17 બોયઝ ક્રિકેટ સ્‍પર્ધામાં સાર્વજનિક સ્‍કૂલની ટીમ વિજેતા

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા સાથે સંપન્ન

vartmanpravah

Leave a Comment