October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

  •     સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે બે દિવસીય કલા ઉત્‍સવ-2022નું કરેલું ઉદ્‌ઘાટનઃ કલાકારોને પ્રોત્‍સાહિત કરી રાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં સંઘપ્રદેશનું નામ રોશન કરવા આપેલી શુભકામના

  • કલા ઉત્‍સવના સમાપન દરમિયાન શિક્ષણ વિભાગના અધિકારીઓએ વિજેતા કલાકારોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: દર વર્ષે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના દિશા-નિર્દેશ દ્વારા કલા ઉત્‍સવની સ્‍પર્ધાનું આયોજન વિવિધ સ્‍તરો ઉપર કરવામાં આવે છે. જેની કડીમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘કલા ઉત્‍સવ-2022’ની સ્‍પર્ધાનું પ્રદેશ સ્‍તરીય આયોજન સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમ નાની દમણ ખાતે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાની વિવિધ માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્‍યું હતું. બે દિવસીય કલા ઉત્‍સવ સ્‍પર્ધાનું આયોજન દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લાના વિજેતા કલાકારોએ સંગીત, નૃત્‍ય, એકાંકી અભિનય અને દૃશ્‍ય કલા જેવી વિવિધ સ્‍પર્ધાઓમાં પોતાની કલા પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં આયોજીત પ્રદેશ સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધાનું ઉદ્‌ઘાટનસંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે કર્યું હતું. તેમણે કલાકારોને પ્રોત્‍સાહિત કરી રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍પર્ધામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નામ રોશન કરવા માટે શુભકામના આપી હતી.
બીજા દિવસે કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં વિજેતા થયેલ કલાકારોને ટ્રોફી અને પ્રમાણપત્ર શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા એનાયત કરાયા હતા.
અત્રે નોંધનીય છે કે, હવે સંઘપ્રદેશ સ્‍તરીય કલા ઉત્‍સવની સ્‍પર્ધામાં વિજેતા 20 કલાકાર રાષ્‍ટ્રીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં પ્રદેશનું પ્રતિનિધિત્‍વ કરશે. રાષ્‍ટ્રીય કલા ઉત્‍સવનું આયોજન જાન્‍યુઆરીના પ્રથમ સપ્‍તાહમાં ઓરિસ્‍સાના ભૂવનેશ્વર ખાતે થનાર છે.
કલા ઉત્‍સવ સ્‍પર્ધાના સમાપન સમારંભમાં શિક્ષણ વિભાગની ‘સમગ્ર શિક્ષા’ પાંખ દ્વારા દરેક વિજેતા કલાકારોને અભિનંદ અને રાષ્‍ટ્રીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.

દીવ-બુચરવાડાની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના વિદ્યાર્થી મહેશ બચુભાઈ ભારતીય સંગીત વાદ્ય ઢોલની પ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધામાં મેળવેલું પ્રથમ સ્‍થાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત પ્રદેશ સ્‍તરીય કલા ઉત્‍સવ-2022માં ભારતીય સંગીત વાદ્ય ઢોલની સ્‍પર્ધામાંબુચરવાડા-દીવની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ધોરણ 12ના વિદ્યાર્થી શ્રી મહેશ બચુભાઈને પ્રથમ સ્‍થાન મળતાં શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા અને જાન્‍યુઆરી, 2023માં ઓરિસ્‍સાના ભૂવનેશ્વર ખાતે આયોજીત રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍પર્ધામાં પણ પ્રદેશનું નામ રોશન કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી.
પ્રદેશ સ્‍તરીય સ્‍પર્ધામાં પ્રથમ આવેલ વિદ્યાર્થી શ્રી મહેશ બચુભાઈનું માર્ગદર્શન વિદ્યાલયની વરિષ્‍ઠ સહાયક શિક્ષક અને રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા સુશ્રી પ્રતિભાબેન જી. સ્‍માર્તે કર્યું હતું.

 

Related posts

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા જન્‍માષ્ટમી પર્વની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજયને દાનહ દમણ-દીવ ભાજપાએ પણ મનાવ્‍યો પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપ કાર્યકરો દાનહ અને દમણમાં ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી ઉજવેલો વિજયોત્‍સવ

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment