Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: રાજસ્‍થાનથી પ્રારંભ કરવામાં આવેલ ‘ગૌ રથ યાત્રા’ દાદરા નગર હવેલીના દાદરા ગામેઆવી પહોંચતા અહીં કળશયાત્રા દ્વારા તેનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ગૌવંશની રક્ષા, સંરક્ષણ અને સવર્ધનને સમર્પિત વિશ્વની સૌથી મોટી 31 વર્ષિય ગૌ પર્યાવરણ અને આધ્‍યાત્‍મિક ચેતના પદયાત્રા જે 4 ડિસેમ્‍બર, 2012ના રોજ હલ્‍દીઘાટી, રાજસ્‍થાનથી પ્રારંભ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી ગુજરાત ભ્રમણ કરી રહી છે. સમસ્‍ત સમાજના કલ્‍યાણ અને સુધાર હેતુ નગર નગર વગર અન્ન સેવન કરી તપસ્‍વી સંત શ્રી અને સાધ્‍વી માંનો ગૌ રથ યાત્રાની સાથે દાદરા નગર હવેલીમાં પ્રવેશ કર્યો હતો, જે સેલવાસના હનુમાન મંદિર આમલી ખાતે અને કસ્‍તુરી ગ્રાઉન્‍ડ પર ગૌ કથા અને ગૌમાતાની પૂજા અને આરતી કરવામાં આવી હતી. જેનો પ્રદેશના ભાવિક ભક્‍તોએ પણ લાભ લીધો હતો.

Related posts

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

vartmanpravah

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

vartmanpravah

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

ચીખલી-રાનકુવા માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્‍તુતિકરણની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

Leave a Comment