October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના સુખેશ રામપોરમાં છોડવાઓ ઉખેડવા બાબતે માર મારતો પાડોશી

જમીન માલિક સારવાર અર્થે પારડીની મોહનદયાળ હોસ્‍પિટલમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડી તાલુકાના સુખેશ રામપોર ફળિયામાં બસ સ્‍ટેન્‍ડ પાસે રહેતા કરસનભાઈ બાલુભાઈ નાયકાની જમીન સુખેશ રામપોર ફળિયામાં મરઘા ફાર્મનીબાજુમાં આવેલી છે. એમના જમીનની લગોલગ મયંકભાઈ પ્રકાશભાઈ કોળી પટેલની પણ જમીન આવેલી હોય મયંકે ચોમાસાની સિઝન દરમિયાન લીંબુ અને ઝમરૂખીના છોડ કરશનભાઈની જમીનમાં રોપ્‍યા હતા. તારીખ 22-12-2022 ના રોજ કરસનભાઈ તથા એમના પત્‍ની મનુબેન પોતાની જમીનમાં કામ અર્થે આવી જોતા પોતાની જમીનમાં લીંબુ તથા જમરૂખના છોડવાઓ હોય એમણે આ છોડવાઓ ઉખેડીને ફેંકી દીધા હતા. આ વાતથી નારાજ થઈ મયંકે કરસનભાઈને છોડવાઓ કેમ ઉખેડી નાખ્‍યા કહી ગળામાં પકડી ઢીકકા-મૂક્કીનો માર મારી પગથી પકડી ઘસડતા કરસનભાઈને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે પારડી મોહનદયાળ હોસ્‍પિટલમાં લઈ જવાયા હતા. આ અંગેની ફરિયાદ કરસનભાઈની પત્‍ની મનુબેને પારડી પોલીસમાં કરતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

vartmanpravah

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘‘વિશ્વ આદિવાસી દિવસ”ના યાદગાર દિને ચીખલી તાલુકાના નાગરિકોની આરોગ્‍યલક્ષી સુવિધામાં થયો વધારો

vartmanpravah

ચીખલી ખાતે રૂા. 304 લાખના ખર્ચે નવનિર્મિત થનાર બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે કરાયું

vartmanpravah

Leave a Comment