October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 તા. 20/૦9/2022 નાં રોજ સવારે 11.00 કલાકે યોજાનાર છે. ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાનનું આંતરરાષ્ટ્રીય વર્ષ International Year of Basic Sciences for Sustainable Development (IYBSSD) યુએન જનરલ સેમ્બલીએ 2022ને “ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય વર્ષ” તરીકે જાહેર કરતા ઠરાવ અંતર્ગત વૈજ્ઞાનિક સંશોધન કેવી રીતે ટકાઉ વિકાસને આગળ ધપાવી શકે છે અને સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે તેના પર સમગ્ર વિશ્વમાં પ્રયાસ કરાશે.
આ ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓ નવી વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા તેમજ વૈજ્ઞાનિક જાગૃતિ સાથે વિવિધ શાખાઓની માહીતીથી વાકેફ કરવાનો છે. ગુજરાત રાજયમાં નેશનલ સાયન્સ સેમીનાર 2022 નાં ભાગરૂપે દરેક જિલ્લા તેમજ રાજય કક્ષાની સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરનાં નેજા હેઠળ જિલ્લા તેમજ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રોના સહયોગથી યોજાનાર છે. સ્પર્ધાનો વિષય “ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન: પડકારો અને સંભાવનાઓ” છે. આ સ્પર્ધા ધોરણ 8, 9 અને 10નાં વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ માટે જ છે. રજુઆતની ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી તથા મહત્તમ સમય મર્યાદા 6 મીનીટની રહેશે. ત્યારબાદ નિર્ણાયકો દ્વારા પુછવામાં આવેલ ત્રણ પૈકી ગમે તે બે પ્રશ્નોના ઉત્તર બે મીનીટમાં આપવાના રહેશે. સ્પર્ધક પોતાના પ્રેઝેન્ટેશનમાં 5 PPT સ્લાઇડ /ચાર્ટ/ પોસ્ટરનો ઉપયોગ કરી શકશે. જિલ્લા કક્ષાએ ભાગ લેનાર શાળાએ પોતાની એન્ટ્રી (ફકત એક જ સ્પર્ધક વિદ્યાર્થી / વિદ્યાર્થીનીનું નામ) તારીખ 16.09.2022 પહેલા google form https://tinyurl.com/NSS2022ValsadDSCDપર સબમિટ કરવાનું રહેશે. જિલ્લા કક્ષાનાં પ્રથમ વિજેતાને રાજય કક્ષાના નેશનલ સેમીનારમાં ભાગ લેવા માટે પ્રવેશપાત્ર ગણવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર કાર્યાલય 02633 242012 અથવા 9979170797 પ્રજ્ઞેશ રાઠોડ, એજ્યુકેશન ઓફિસર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરનો સંપર્ક કરવો.

Related posts

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

વાપીના છીરી રામનગરમાં ખખડધજ રોડથી લોકોને છૂટકારો મળશે : આર.સી.સી. રોડ બનાવાની કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment