October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

જિલ્લા ચૂંટણી અધિકારીએ ટીમ સાથે કુલ 324 મતદાન મથકોની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લી દ્વારા તા.1 ઓક્ટોબર 2022ની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અન્વયે તા.12 ઓગસ્ટ 2022ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ હેઠળ તા.21 ઓગસ્ટ 2022 (રવિવાર), તા. 28 ઓગસ્ટ 2022 (રવિવાર), તા. 4 સપ્ટેમ્બર 2022(રવિવાર) અને તા.11 સપ્ટેમ્બર 2022 (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ સંદર્ભે વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભા બેઠકોના કુલ 1392 મતદાન મથકોએ તા. 11 સપ્ટેમ્બરના રોજ બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં સવારે 10 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદારયાદીમાં નામ દાખલ માટે ફોર્મ નં. 6, નામ કમી માટે ફોર્મ નં. 6-ખ, નામ સુધારા માટે ફોર્મ નં. 7 અને આધાર લીંક માટે ફોર્મ નં. 8 ભરાવવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં તા. 11 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ નં.6 કુલ 27130, ફોર્મ નં. 6-ખ કુલ 1,84,980, ફોર્મ નં.7 કુલ 7631 અને ફોર્મ નં. 8 કુલ 15692 એમ કુલ મળીને 235433 ફોર્મ્સ મેળવવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી તથા મદદનીશ નોંધણી અધિકારીશ્રી દ્વારા જિલ્લાના કુલ 324 વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

Related posts

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

vartmanpravah

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશમાં આજે દારૂબંધી નથીઃ રાબેતા મુજબ દારુ-બિયર મળશે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

vartmanpravah

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

Leave a Comment