October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેના હસ્તે ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

“ICU ઓન વ્હીલ્સ” ૧૦૮ ફાળવાતા હવે જિલ્લામાં આરોગ્યલક્ષી સેવા વધુ સુદઢ બનશેઃ જિલ્લા પોલીસ અધિક્ષક

જિલ્લામાં કુલ ૨૭ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સના ૯૮ ઈએમટી અને પાઈલોટ દ્વારા દિવસ રાત સેવા પુરી પાડવામાં આવી રહી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે તા.૧૮ ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના હસ્તે વલસાડ જિલ્લામાં ICU ઓન વ્હીલ્સ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કટોકટીના સંજોગોમાં રિસ્પોન્સ સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને જવાબદાર બનાવવા માટે આ નવી “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ કટોકટીની સ્થિતિમાં દ્વિ-પ્રક્રિયાના ભાગરૂપે કામ કરશે, જે હવે 108 સર્વિસમાં સામેલ થશે. જીવલેણ પરિસ્થિતિમાં તુરંત સહાય પૂરી પાડવામાં “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સ મદદરૂપ થશે. 108 ઈમરજન્સી સર્વિસનો મુખ્ય હેતુ કટોકટીના પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રી-હોસ્પિટલ સારવાર આપવા સાથે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનો છે. ગુજરાત સરકાર અથવા સરકારી સહાયિત એજન્સીઓના મહત્વપૂર્ણ VVIP કાર્યક્રમો માટે એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સને જરૂર મુજબ VVIP ફરજો માટે તૈનાત પણ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૬ એમ્બ્યુલન્સ હતી જેમાં આઈસીયુ ઓન વ્હીલ્સની સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સ ન હતી પરંતુ હવે અદ્યતન સુવિધા સાથેની “ICU ઓન વ્હીલ્સ” ૧૦૮ ફાળવાતા હવે કુલ ૨૭ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સના ૯૮ ઈએમટી અને પાઈલોટ દ્વારા જિલ્લામાં દિવસ રાત ૨૪ કલાક સેવા પુરી પાડવામાં આવશે.
આ અંગે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધી ૨૬ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ હતી જેમાં વધુ એક ૧૦૮નો ઉમેરો થયો છે. આ એમ્બ્યુલન્સમાં એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ અને અલગ અલગ પ્રકારના ચાર સ્ટ્રેચર છે. જે લોકોને તાત્કાલિક સારવારની જરૂર છે ખાસ કરીને હાર્ટના દર્દી કે જેઓ કોમામાં સરી પડે છે તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલા રસ્તામાં જ એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમથી જીવ બચાવવો શક્ય છે. જેથી વલસાડ જિલ્લાની જનતાને આકસ્મિક સંજોગોમાં ઉપયોગી થશે.
આ પ્રસંગે ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર અને ૧૦૮ના જિલ્લા કો-ઓર્ડિનેટર સંજયભાઈ વાઘમારે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો શકવર્તી ચુકાદો,  પાંચ વર્ષ પહેલાં દમણની મહિલાના ઘરમાં ઘૂસીને સામૂહિક બળાત્‍કાર અને લૂંટના 2 આરોપીઓને 20-20 વર્ષની સખત કેદ અને રૂા.11-11 હજારનો દંડ

vartmanpravah

દાનહમાં નહેર-કોતરો ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનનું ચાલી રહેલું નિરંતર અભિયાન

vartmanpravah

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

Leave a Comment