October 14, 2025
Vartman Pravah
તંત્રી લેખ

દાનહના લોકો હવે શ્રમજીવી કે ગુલામ નથી રહ્યાઃ પોતાના સ્‍વાર્થ માટે પક્ષ અને કાર્યકરોનો ઉપયોગ કરવાની નીતિ બંધ કરવા સાંસદ પરિવારને મળેલો સબક

ડેલકર પરિવાર પાસે જનતા દળ (યુ)નો સરળ વિકલ્‍પ હોવા છતાં લોકસભાની પેટા ચૂંટણીમાં દાનહના મોટાભાગના ઉદ્યોગોની હેડ ઓફિસ અને હેડ ક્‍વાર્ટર મુંબઈ હોવાથી શિવસેનાની પોતાના સ્‍વાર્થ માટે પસંદગી કરેલી હોવાની થતી અવિરત ચર્ચા

દાદરા નગર હવેલીના લોકો હવે શ્રમજીવી કે ગુલામ નથી રહ્યા તેની પ્રતિતિ આજે જનતા દળ (યુ)ના તમામ સભ્‍યો અને પ્રદેશ પ્રમુખે પોતાના પક્ષનો ભાજપમાં કરેલા વિલીનીકરણથી થઈ છે. કારણ કે, તત્‍કાલિન સાંસદ મોહનભાઈ ડેલકરે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક સમાન પ્રતિક મળે તે હેતુથી જનતા દળ (યુ)નું દામન પકડયું હતું. પ્રદેશ જનતા દળ (યુ)ના પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે પોતાની વગ આવડત અને પરિપક્‍વતાનો ઉપયોગ કરી પંચાયતની ચૂંટણી દરમિયાન જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યોને જનતા દળ (યુ)ના પ્રતિક ઉપર ઉભા રાખી તેમનેવિજયી બનાવવા પણ સફળ રહ્યા હતા.
મોહનભાઈ ડેલકરે એક સમાન પ્રતિક ઉપર તમામ સભ્‍યોને લડાવવાનો પોતાનો સ્‍વાર્થ પૂર્ણ કર્યા બાદ પ્રદેશમાં જનતા દળ (યુ)નું વિસ્‍તરણ વધુ નહીં થાય તેની તકેદારી પણ લીધી હતી. પરંતુ પ્રદેશ જનતા દળ (યુ)ના પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણને આ તમામ સ્‍થિતિનો ખ્‍યાલ આવી ગયો હતો. જિલ્લા પંચાયત જનતા દળ (યુ)ની હોવા છતાં તે વખતના સાંસદ મોહનભાઈ ડેલકર પોતાનું શાસન હોય એ રીતે એકાધિકાર રાખતા હતા. જિલ્લા પંચાયતના બેનર હેઠળ કોઈને દબડાવવા કે ધાકધમકી આપવી એવી અનેક ઘટનાઓ બનતી હતી.
મોહનભાઈ ડેલકરના અસામાયિક મોત બાદ તેમના પરિવાર દ્વારા જનતા દળ (યુ)ના બેનર હેઠળ ચૂંટણી લડશે એવું શ્રી ધર્મેશસિંહ ચૌહાણને પણ હતું. પરંતુ શ્રીમતી કલાબેન ડેલકરે એક પ્રદેશ સ્‍તરની પાર્ટી એવી શિવસેનાની પસંદગી કરી હતી. શિવસેનાની પસંદગી કરવા પાછળ મુખ્‍ય હેતુ દાદરા નગર હવેલીના મોટાભાગના ઉદ્યોગોનું હેડ ક્‍વાર્ટર અને હેડ ઓફિસ મુંબઈ કે તેની આજુબાજુના વિસ્‍તારમાં હોય છે. તેથી શિવસેનાના હવાલાથી ઉદ્યોગપતિઓ ઉપર દાબદબાણ લાવી ભંગાર, લેબર કે અન્‍ય કોન્‍ટ્રાક્‍ટ મેળવવાની સાથે સરળતાથી ખંડણી-હપ્તાની વ્‍યવસ્‍થા કરવાનો હોવાનું માનવામાં આવે છે.
આખરે જનતા દળ (યુ)એ ભાજપમાં મર્જ થવાનોઐતિહાસિક નિર્ણય લઈ એક કાંકરે અનેક પક્ષીઓના શિકાર કર્યા છે. દાનહમાંથી ગુંડાગીર્દી, હપ્તાખોરી અને ભ્રષ્‍ટાચારને મીટાવવાના સંકલ્‍પ સાથે શરૂ થયેલ જનતા દળ (યુ)ની યાત્રા હવે ભાજપમાં પ્રવેશ કર્યા બાદ હકિકત રીતે સાકાર થશે એવું માનવામાં આવે છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ
1989થી 2022 સુધીના 33 વર્ષમાં પહેલી વખત ડેલકર પરિવારના હાથમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકા પૈકીની કોઈપણ સત્તા રહી નથી.
2009માં લોકસભાની ચૂંટણીમાં થયેલા પરાજય બાદ યોજાયેલી ચૂંટણીમાં સેલવાસ નગરપાલિકા ઉપર ડેલકર પરિવારનો કબ્‍જો રહ્યો હતો જ્‍યારે 2014ની લોકસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ 2015માં યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા પંચાયત ઉપર કબ્‍જો રહ્યો હતો અને 2020માં યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા પંચાયત ઉપર પોતાનો પરોક્ષ કબ્‍જો જમાવ્‍યો હતો. પરંતુ 2022ના સપ્‍ટેમ્‍બરના શ્રાદ્ધ માસમાં પહેલી વખત દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયત અને નગરપાલિકા બે પૈકી કોઈ એકમાં પણ ડેલકર પરિવાર પાસે સત્તા રહી નથી અને 33 વર્ષ બાદ પહેલી વખત ચૂંટાયેલા સભ્‍યોએ હિંમત રાખી કરેલું તર્પણ.

Related posts

દમણ પંચાયતી રાજ પરિષદમાં વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગતિશીલ અને પારદર્શક વહીવટનો આપેલો મંત્ર

vartmanpravah

તમિલનાડુ ખાતે ચાલી રહેલા ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ થ્રીડીના બોક્‍સર સુમિતનો સેમિફાઈનલમાં પ્રવેશ

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

Leave a Comment