Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

  • અંદાજીત 40 હજાર વાહનોની અવર જવર કન્‍ટ્રોલ કરવા 2 પી.આઈ., 2 પી.એસ.આઈ. અને 100 જેટલા જવાનો 24 કલાક માટે ઓન ડ્‍યૂટી

  • વાપીના રેલવે ઓવરબ્રિજ તોડીને બનાવવાની પ્રક્રિયા શરૂ થતા 40,000 વાહન ચાલકોને અલગ અલગ રૂટ પરથી ટ્રાફિકને ડાયવર્ટ કરવાનું શરૂ કરાયું : વલસાડ એસ. પી. ઝાલા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: સુરતના અનુભવીડીવાયએસપી બી. એન. દવે વાપીની ટ્રાફિક સમસ્‍યા નિકાલ કરવા માટે અલગ અલગ જગ્‍યા પર ડાયવર્ઝન મૂકીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્‍યું છે જેમાં બે પીઆઈ, બે પીએસઆઈ અને 100 જેટલા જવાનોને 24 કલાક ટ્રાફિક નિયંત્રણ હેઠળ ગોઠવવામાં આવ્‍યા.
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમ તેમજ સેલવાસ, દમણ સાથે સંકળાયેલા વાપી ટાઉનમાં 25 વર્ષ પહેલા બનેલા રેલવે ઓવરબ્રિજને બુધવારે મધ્‍યરાતથી બંધ કરી દેવામાં આવતા 40,000 વાહનો માટે વલસાડ જિલ્લા એસપીએ કલેકટર રેલવેના અધિકારી અને વાપી નગરપાલિકાના અધિકારી સાથે મિટિંગમાં કરીને ટ્રાફિક સમસ્‍યાના પ્રશ્નો બાબતે ગંભીર સંવાદ થયા બાદ અલગ અલગ રસ્‍તાઓ પરથી ટ્રાફિકને ડાયવર્ઝન આપવા માટેની એક મેગા એક્‍શન પ્‍લાન તૈયાર કરીને સંપૂર્ણ ટ્રાફિકનો સંચાલન બે પીઆઈ, બે પીએસઆઈ તેમજ એક આખું પોલીસ સ્‍ટેશન બને એટલા કર્મચારી 100 જેટલા જવાનોને 24 કલાક બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે જેનું સંપૂર્ણ સુપર વિઝન સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર તરીકે ટ્રાફિકમાં કામ કરી ચૂકેલા અનુભવી બી.એન. દવેને સોંપવામાં આવ્‍યું છે.
દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક એકમ સાથે સંકળાયેલું અને અત્‍યંત ગીચ વસ્‍તી સાથે સેલવાસ, દમણને અડીને આવેલું વાપી ટાઉનમાં 1997ના વર્ષમાં બનેલારેલવે ઓવરબ્રિજને બુધવારે મોડી રાતે બાર વાગ્‍યાથી સંપૂર્ણપણે બંધ કરીને નવો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 25 વર્ષ બાદ 140 કરોડના ખર્ચે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલા બે ટ્રેક નહોતો હવે ચાર ટ્રેકનો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેની પાછળ રેલવેમાંથી પસાર થતો ફેઈટ કોરિડોરના કારણે બ્રિજને તેની હાઈટ કરતાં વધુ હાઈટ પર બનાવવા માટેનું રેલ્‍વે દ્વારા નોબત આવતા સમગ્ર બ્રિજને બનાવવા માટે સરકારે 140 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે સેલવાસ, દમણ અને વાપીના 40,000 થી વધુ વાહનો અવરજવર કરતા હતા અને આ બ્રિજ બનાવવા માટેની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આશરે બે વર્ષના સમયમાં સંપૂર્ણ બ્રિજ બનીને તૈયાર થશે. આ બ્રિજ પર રહેતા અત્‍યંત વ્‍યસ્‍ત ટ્રાફિકના કારણે સમસ્‍યા ઘણી જટિલ થવા પામી છે. જેના માટે વલસાડ જિલ્લાના એસપી ડો. ઝાલા, ડીવાયએસપી બી. એન. દવે લોકલ ક્રાઈમ બ્રાન્‍ચના પીઆઈ વી.બી. બારડ તેમજ ટાઉન પીઆઈ અને જીઆઈડીસી પીઆઈ સાથે મળીને સમગ્ર ટ્રાફિક વિશેની સંવાદ કરવા માટે રેલવેના અધિકારી, કલેકટર કચેરીના અધિકારી તેમજ વાપી નગરપાલિકાના સાથે સાથે સેલવાસ, દમણના કલેકટરની પણ વિશેષ સંકલન કરવામાં આવ્‍યું હતું. જેનેલઈને ટ્રાફિક સમસ્‍યાને કેવી રીતે ઉકેલ લાવી શકાય એ માટેના મંથનો પણ થયા હતા. જેને લઈને વલસાડ એસપી ઝાલા અત્‍યંત ગંભીર બનીને આશરે 4 થી 5 કલાક સુધીની અલગ અલગ ટ્રાફિક રચનાઓની સ્‍થળ મુલાકાતો લઈને ટ્રાફિક સમસ્‍યા કેવી રીતે વ્‍યવસ્‍થા ગોઠવી શકાય છે તેનુ ખુદ નિરીક્ષણ કર્યું હતું અને તેમને ટ્રાફિક સમસ્‍યા માટે વર્ષો જૂના રેલવે ક્રોસિંગ જે હાલમાં બંધ હાલતમાં છે તેને શરૂ કરવા માટે રેલવેના અધિકારીઓ સાથે પણ મીટિંગ કરી છે તેમજ સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર તરીકે ફરજ ટ્રાફિકમાં ફરજ ભજવેલી બી. એન. દવેના અનુભવ વાપીના ટ્રાફિક સમસ્‍યા ઉકેલોમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.
સુરતના અત્‍યંત વ્‍યસ્‍ત રહેતા રીંગરોડનો ઓવરબ્રિજ જે વર્ષ માટે બંધ રાખવામાં આવ્‍યો હતો અને માર્કેટ વિસ્‍તાર તેમજ સ્‍ટેશન વિસ્‍તાર અને રાજમાર્ગની ટ્રાફિક વ્‍યવસ્‍થામાં જે રીતે માર્ગદર્શન કરીને ટ્રાફિક સમસ્‍યાનો નિકાલ કર્યો હતો તે જ રીતે વાપીમાં પણ તેમને એસપી ઝાલા સમક્ષ સંપૂર્ણ વિગતવાર પોઈન્‍ટની સમસ્‍યાને વાચા આપવામાં આવી હતી.
આજે વાપીમાં બે પીઆઈ, બે પીએસઆઈ તેમજ હોમગાર્ડ ટીઆરબી લોકરક્ષક દળ અન્‍ય મળીને કુલ 100 જેટલા જવાનો 24 કલાક ટ્રાફિકને હળવો કરવાના ફરજ સોંપવામાં આવી છે તેમજ દમણ, સિલવાસના કલેકટરો સાથેમીટિંગ કરીને અલગ અલગ જગ્‍યા પરથી મોટા વાહનોને આવવા-જવા માટેનું જાહેરનામું બહાર પાડવાની પણ અપીલ કરવામાં આવી હતી. આજે આ સમસ્‍યાને 24 કલાકમાં સ્‍થાનિક લોકોને વધારે સમય ટ્રાફિક જામમાં નહીં ઉભા રહેવું પડે તે માટેની વ્‍યવસ્‍થા પણ શરૂ કરવામાં આવી છે. આગામી બે વર્ષ માટે આ સમસ્‍યા નિકાલ કરવા માટે સંપૂર્ણ જવાબદારી એસપી ઝાલા પોતે પોતાના સુપરવિઝનથી કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

Related posts

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

કપરાડા અંભેટી ગામે કંપનીમાં ફરજ બજાવતો સિક્‍યોરિટી ગાર્ડ ગન-જીવતા કારતૂસ સાથે ઝડપાયો

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment