October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ 16/09/2022 શુક્રવારના રોજ ત્‍મ્‍ખ્‍ઘ્‍ ઘ્‍ચ્‍ન્‍ન્‍ હેઠળ ખ્‍ન્‍શ્‍પ્‍ત્‍ફત્‍ વ્‍ખ્‍ન્‍ધ્‍-2022 ના અંતર્ગત બી. ફાર્મસીના વિદ્યાર્થીઓને પોતાના અભ્‍યાસની સાથે ઘણી કોમ્‍પીટેટીવ પરીક્ષાઓ આપવાની થતી હોય છે તેના માટે કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અંજુમન મન્‍સૂરી જે હાલ યુ.કે સ્‍થિત યુનિવર્સિટી ઓફ લેઈસ્‍ટરના વિદ્યાર્થી તરીકે પ્રસ્‍થાન કરવાનીતૈયારીમાં છે તેના દ્વારા બી. ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એલ્‍યુમીની ટોકનું આયોજન થયું હતું. જેમાં વિદેશમાં ભણવા જવા માટે ની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું. જેમાં પ્રક્રિયા ને પૂર્ણ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્‍યાન રાખવું તેમજ કઈ રીતે અરજી કરી શકાઈ તે વિશેની માહિતી આપી હતી તેમજ વિવિધ પરીક્ષાઓ જેવી કે ઞ્‍ભ્‍ખ્‍વ્‍ અને ત્‍ચ્‍ન્‍વ્‍લ્‍ની તૈયારીઓ તથા પ્રક્રિયાઓ વિશે પણ માહિતગાર કર્યા હતા અને વિદ્યાર્થીઓના મુંઝવણભર્યા પ્રશ્નો પણ ઉકેલ્‍યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર નેતૃત્‍વ અને માર્ગદર્શન કોલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શ્રીમતી નેહા વડગામા અને આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર કુમારી પ્રિયા શુક્‍લા દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍યપૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમપૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટરશ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

વલસાડમાં 25મી ડિસેમ્‍બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્‍ટ ‘આઈ સોનલ માઁ’ ના પ્રાગટય પર્વ નિમિત્તે ‘સોનલ બીજ’ની ઉજવણી કરશે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment