October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સલવાવ ખાતે યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: કમિ‘રશ્રી યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વલસાડ દ્વારા સંચાલિત તથા શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલના સહયોગથી અને શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના યજમાન પદે વાપી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ-2022નું ઉત્‍સાહભેર આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં તાલુકાની વિવિધ શાળા, કોલેજના સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનું આયોજન અને જિલ્લા રમત ગમત અધિકારી હિમાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર ચંદ્રવદન પટેલના નેજામાં થયું હતું. જેમાં આશીર્વચન પૂજ્‍ય રામ સ્‍વામીજીએ આપ્‍યા હતા અને પ્રસંગોચીત ઉદ્દબોધન સંસ્‍થાના કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર અને ફાર્મસી કોલેજના આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડેએ આપ્‍યું હતું. આ યુવા ઉત્‍સવમાં નિર્ણાયક તરીકે તન્‍વી પટેલ, શેતલ દેસાઈ, જ્‍યોતિ પંડ્‍યા અને હેમાબેન પાલએ તટસ્‍થ નિર્ણયો આપી સુંદર કામગીરી બજાવી હતી.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમપૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાનાટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટરશ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે, શાળાના આચાર્યશ્રી ચંદ્રવદન પટેલ, શ્રીમતિ મીનલબેન દેસાઈ, શ્રીમતિ રીના દેસાઈ અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

‘ઈન્‍ડિયા મેરિટાઈમ હેરિટેજ કોન્‍ક્‍લેવ-2024′ યશોભૂમિ દ્વારકા ખાતે યોજાઈ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવે ‘ઇન્‍ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્‍ક્‍લેવ- 2024’માં પેવેલિયનનું કરેલું પ્રદર્શન

vartmanpravah

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

વલસાડની પૂજા મહેતાએ યોનેક્ષ ઓલ ઇન્ડિયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતી ગૌરવ વધાર્યું

vartmanpravah

Leave a Comment