October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ઓપન ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: રોટરી ક્‍લબ ઓફ વલસાડ જેસીઆઈ વલસાડ અને રોટ્રેકટ ક્‍લબ ઓફ વલસાડના સંયુક્‍ત ઉપક્રમે વલસાડ સ્‍પોર્ટ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે ચેસ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં 15 વર્ષ કરતાં ઓછા 15 થી 21વર્ષ અને ઓપન કેટેગરી એમ ત્રણ વિભાગમાં હરીફાઈ યોજાઈ હતી. પ્રથમ કેટેગરીમાં વિજેતા તરીકે આદિ કંટારીયા અને રનર ઓફ તરીકે સમ્‍યક જૈન ત્‍યારબાદ 15 થી 21 વર્ષમાં વિજેતા તરીકે હર્ષિલ વશી અને રનર તરીકે ક્રિષ્‍ના પટેલ અને ઓપન કેટેગરીમાં વિજેતા તરીકે પ્રજ્ઞેશ પટેલ અને તરીકે દિપેશ શાહ રહ્યા હતા. આ સમગ્ર આયોજન વલસાડ જિલ્લામાં ચેસ અંગે લોકોની રુચિ વધે અને વધુને વધુ સભ્‍યો આ હરીફાઈમાં ભાગ લે તે માટે કરવામાં આવ્‍યું હતું.
દરેક સ્‍પર્ધકોને રિટર્ન ગિફટ બિગ પ્‍લાસ્‍ટિક તરફથી આપવામાં આવી હતી અને વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી સમગ્ર આયોજન રોટ્રેકટ પ્રેસિડન્‍ટ દીપા પાનવાલા અને રો. હિતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતો.

Related posts

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

પારડીના ખેરલાવમાં લગ્નના પાંચ દિવસ પહેલા કન્‍યા સહિત માતા અને નાની બહેન રહસ્‍યમય રીતે લાપતા

vartmanpravah

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

સ્‍વતંત્રતાની 75મી સાલગીરાહ (અમૃત મહોત્‍સવ) સેંટ જોસેફ કરવડ શાળામાં રંગે-ચંગે ઉજવાયો

vartmanpravah

ચીખલી તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત બે તૃતિયાંશ બહુમતીથી પસાર થતાં સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાયું

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

Leave a Comment