Vartman Pravah
Breaking Newsદમણ

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

દમણનીડાભેલ સરકારી પ્રાથમિક શાળા : દાનહમાં ધોધફળીયા, કેન્‍દ્ર શાળા અથોલામાં વિદ્યાર્થીઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
કોરોના રોગચાળા બાદ આજે દમણ જિલ્લામાં તમામ સરકારી પ્રાથમિક વિદ્યાલય ખુલી ગઈ છે. જેમાં આજે સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં ધોરણ 1 થી પ સુધીના વિદ્યાર્થીઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ઘણા લાંબા સમયથી પ્રાથમિક ધોરણો બંધ હતા. જેમાં ઓનલાઈન અને ઓફલાઈન ક્‍લાસ ચાલી રહ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યા શ્રીમતી ઈન્‍દિરાબેન અને શિક્ષકોને નાના નાના વિદ્યાર્થીઓને ફૂલ-હાર, ચોકલેટ, મિઠાઈ આપી ભવ્‍ય સ્‍વાગત કર્યુ હતું. કોવિડ-19ના દિશા-નિર્દેશોને ધ્‍યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ કરાવ્‍યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા શ્રીમતી ઈન્‍દિરાબેન પટેલ, કિરીટભાઈ-જગદીશભાઈ, દક્ષાબેન, હેમલતાબેન, ભારતીબેન, રેખાબેન, વૈશાલીબેન, કામિનીબેન, દર્શનાબેન, મીનાબેન, જોસનાબેન, બિનાબેન અને ફાલ્‍ગુનીબેન વિશેષ સહયોગ આપ્‍યો હતો.

Related posts

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામમાં ચૂંટણી પૂર્વેની રાતે કરીયાણાની દુકાનમાંઆગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

Leave a Comment