January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

બ્રેક ફેલ થતાં બસ ઝાડ સાથે અથડાઈઃ 8 મુસાફરો ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક ચૌડા ગામે સેલવાસથી બોરીવલી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસ નંબર જીજે18 ઝેડ 5209નો સવારે 7 વાગ્‍યાના સુમારે અકસ્‍માત થયો હતો. બસની બ્રેક ફેઈલ થતાં તે ઝાડ સાથે ટકરાઈ હતી. આ બસમાં 14 મુસાફરો સવાર હતા. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસને જાણ કરવામા આવી હતી. બસમાં સવાર મુસાફરોમાંથી 3ને ગંભીર ઈજા થતા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલહોસ્‍પિટલમાં સારવાર માટે અને અન્‍ય સામાન્‍ય ઈજા પામેલ મુસાફરોને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં સારવાર અર્થે 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખસેડવામાં આવ્‍યા હતા. આ ઘટનામાં કોઈ જ જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

ખાખી વર્દીનોરૌફ જમાવી મહિલા બુટલેગરો પાસેથી દારૂ અને રોકડ ખંખેરી લેવાની ફરિયાદમાં આખરે જિલ્લા પોલીસ વડાએ પો.કો. રવિન્‍દ્ર રાઠોડને ફરજ મોકૂફ કર્યો

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

બાકી વેરા ગ્રાહકો પર લાલ આંખ કરતી પારડી પાલિકા: વારંવાર નોટિસ આપ્‍યા બાદ વેરો ન ભરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

Leave a Comment