October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.28: સિવિલ કોર્ટ, ગણદેવી ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી દ્વારા ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત વર્કશોપ/સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા કોર્ટના પ્રમુખ શ્રી કે.જે. દસોંદીએ વકીલશ્રીઓને કાયદા અંતર્ગત ગ્રાહકોનાઅધિકાર વિષયક માહિતી આપી હતી. તેમજ આ કાયદા હેઠળ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. ગ્રાહક સુરક્ષા કોર્ટના શ્રી જે.એમ. મેવાવાળાએ ગ્રાહક સુરક્ષા ધારાનો ઈતિહાસ તથ આ કાયદા હેઠળ ગ્રાહકને મળતા લાભો વિશે વકીલશ્રીઓને માહિતગાર કર્યા હતાં.
જેમાં વાંસદા કોર્ટના પ્રિન્‍સીપલ સિવિલ જજશ્રી એડિશનલ ડિસ્‍ટ્રીકટ જજશ્રી ગણદેવી બાર એસોસિએશનના પ્રમુખ શ્રી તથા વકીલશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Related posts

પોલીસે પીછો કરતા બુટલેગર વલસાડ સિવિલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી ગયો

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

કપરાડા તાલુકામાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment