October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યો તથા દમણ ભાજપના અગ્રણીઓએ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ભાજપ અધ્‍યક્ષ જે.પી.નડ્ડા અને મહાસચિવ બી.એલ.સંતોષની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સંઘપ્રદેશ ભાજપ પ્રતિનિધિ મંડળે કેન્‍દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્‍ણવની પણ કરેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
નવી દિલ્‍હી, તા.18: દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિલ્લા પંચાયતના 15 અને સેલવાસ નગરપાલિકાના સભ્‍યો તથા દમણ ભાજપના અગ્રીણોઓએ આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલની અધ્‍યક્ષતામાં અને ભાજપના રાષ્‍ટ્રીય સચિવ શ્રીમતી વિજ્‍યા રહાટકરની પ્રેરક ઉપસ્‍થિતિમાં ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી જગત પ્રકાશ નડ્ડા અને રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી બી.એલ.સંતોષની દિલ્‍હી ખાતે તેમના નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
દાદરા નગર હવેલીના પરિવારવાદની રાજનીતિમાંથી આઝાદ થયેલા જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના સભ્‍યો હવે સ્‍વતંત્ર બની વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભાજપના સભ્‍ય બનવાના રોમાંચ સાથે આજે ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી. જે.પી.નડ્ડા અને રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી બી.એલ.સંતોષની મુલાકાતે પહોંચ્‍યા હતા તે દરમિયાન ભાજપમાં જોડાયેલા નવા તમામ સભ્‍યોને ખેસ પહેરાવીને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રીએ સ્‍વાગત કર્યું હતું અને જણાવ્‍યું હતું કે, આપ તમામનું ભાજપ પરિવારમાં હું સ્‍વાગત કરૂં છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં તમે તમામ જોડાયા અને દેશના અને તમારા પ્રદેશના વિકાસમાં તમારો અમૂલ્‍ય સહયોગ આપશો એવી આશા અને અપેક્ષા રાખું છું.
આ પ્રસંગે ઉપસ્‍થિત ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી શ્રીબી.એલ.સંતોષે જણાવ્‍યું હતું કે, અત્‍યારે આપણે સેવા સપ્તાહ દેશભરમાં ઉજવી રહ્યા છીએ. તમે તમામ પોતાના વિસ્‍તારમાં આ અભિયાનના માધ્‍યમથી રાષ્‍ટ્ર સેવા અને જન સેવાના કાર્યમાં જોડાવો. સમાજની અંતિમ હરોળમાં રહેલા વ્‍યક્‍તિની અમે ચિંતા કરીએ છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની યોજનાઓ ઉપર આપણે તમામે કામ કરવાનું છે. સ્‍થાનિક પ્રશાસન તેમના તરફથી સરકારી કામ કરશે પરંતુ આપણે સંગઠનના માધ્‍યમથી યોજનાઓને જન જન સુધી પહોંચાડવી છે. કઈ રીતે ભાજપની શૈલીમાં કામ કરવું છે તે તમને સંગઠનની સાથે સંકલનથી સમજાશે. મારી તમામને ખુબ ખુબ શુભેચ્‍છા.
આ દરમિયાન કેન્‍દ્રીય રેલ રાજ્‍યમંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે પણ દાનહ અને દમણ-દીવ ભાજપના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી અને તેઓનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું. શ્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે ગત દિવસો દરમિયાન મેં તમારા પ્રદેશમાં ઘણાં દિવસો વિતાવ્‍યા છે અને એના કેટલાય સુખદ અનુભવ થયા છે. હું હંમેશા આપના પ્રદેશ સાથે આત્‍મિયતાથી જોડાયેલો રહીશ. તમે પાર્ટી માટે, પ્રદેશ માટે અને દેશની મજબૂતી માટે લગનથી મહેનત કરો. મારા યોગ્‍ય કોઈ હશે તો હું હંમેશા તત્‍પર રહીશ અને મને દાદરા નગર હવેલીની સમસ્‍યાઓનું નિરાકરણ કરતા ખુશી થશે.
આજના પ્રતિનિધિમંડળમાં પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, દમણ જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દીપક પ્રધાન, શ્રી મહેશ ગાવિત, સેલવાસ ન.પા. કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ સહિત દાનહ અને દમણ ભાજપના કેટલાક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

વલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્‍સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્‍પુથી હુમલો કર્યો

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે મોટી દમણ હોસ્‍પિટલની મુલાકાત લઈ વ્‍યવસ્‍થા અને સુવિધાઓનું કરેલું નિરીક્ષણ: દમણ-દીવના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

Leave a Comment