April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં દારૂ ઘૂસાડવાની લ્‍હાયમાં બુટલેગરે બે રાહદારી અને મોપેડને ટક્કર મારતા કાર પલટી ગઈ

કાર છોડી બુટલેગર ભાગી છૂટયો, પોલીસ કારમાંથી દારૂનો જથ્‍થો
અને કાર મુદ્દામાલમાં જપ્ત કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડમાં છીપવાડ ગરનાળા નજીક દારૂનો જથ્‍થો શહેરમાં ઘૂસાડવાની લ્‍હાયમાં આજે સોમવારે મળસ્‍કે બુટલેગરની કારે બે રાહદારી અને એક મોપેડ સવારને અડફેટ લેતા કાર પલટી મારી ગઈ હતી. બુટલેગર કાર છોડીને ભાગી છૂટયો હતો.
વલસાડ છીપવાડ ગરનાળા નજીક આજે વહેલી સવારે લાલ કલરની ટાટા નેકશન કાર બુટલેગર દારૂ ઘૂસાડવાની લ્‍હાયમાં બેફામ ભગાડી રહ્યો હતો તે દરમિયાન બે રાહદારી અને એક મોપેડ સવારને ટક્કર લાગી જતા કાર પલટી મારી ગઈ હતી. ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ એકઠા થયેલા લોકોએ ઘાયલોને સારવાર માટે ખસેડીને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્‍થળેથી કારને ટોઈંગ કરી પોલીસ સ્‍ટેશને લાવી હતી. કારમાંથી દારૂનો જથ્‍થો અને કાર મુદ્દામાલમાં જપ્ત કરી ફરાર બુટલેગરની તપાસ હાથ ધરી હતી.

Related posts

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો : આરોગ્‍ય વિભાગને મળેલા ચાર મોટા ઈનામો

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

વલસાડમાં કારનો 0001 નંબર માટે રૂા.6.21 લાખ અને 0009 નંબર માટે રૂા.5.38 લાખની બોલી બોલાઈ

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળાકીય અન્‍ડર-17 બોયઝ બીચ વોલીબોલ સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ વિજેતા

vartmanpravah

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment