Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

9 સપ્‍ટેમ્‍બરે દિલ્‍હીથી ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રસ્‍થાન કરાવેલું: વિવિધ 34 રાજ્‍યોમાં ફરી બાઈકર્સ 24 નવેમ્‍બરે દિલ્‍હી પહોંચશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો થકી ચાલી રહી છે. તે અંતર્ગત વિવિધ રાજ્‍યના 7પ બાઈકર્સ દિલ્‍હીથી 34 રાજ્‍યોના આઈકોનિક પ્‍લેસની મુલાકાત લેતા આજે ગુરૂવારે વલસાડજિલ્લામાં પ્રવેશ થતાં પારડી અને વલસાડમાં તમામ બાઈકર્સનું ઉષ્‍માભર્યું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી માટે વિવિધ રાજ્‍યોના 7પ બાઈકર્સ જેમાં 10 મહિલા સહિતની ટીમ ભારતના 34 રાજ્‍યો અને સંઘપ્રદેશોમાં ફરીને કુલ 21 હજાર કિ.મી.નો પ્રવાસ પુરો કરશે. ગત સપ્‍ટેમ્‍બરના રોજ દિલ્‍હીથી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે 7પ બાઈકર્સને 7પ દિવસ માટે ભારત ભ્રમણ માટે પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. વિવિધ રાજ્‍યોમાંથી ફરી વિવિધ આઈકોનિક પ્‍લેસની મુલાકાત સાથે અનોખા દેશપ્રેમના પ્રચાર પ્રસાર બાઈકર્સો કરી રહ્યા છે.
આજે વલસાડ જિલ્લામાં પ્રવેશલ બાઈકર્સોનું પારડી હાઈવે ઉપર અને વલસાડમાં ગુંદલાવ સતનામ હોટલ પાસે શહેરની વિવિધ સંસ્‍થા અને અગ્રણીઓએ સન્‍માન કર્યું હતું. નોંધપાત્ર એ છે કે 7પ દિવસની આ યાત્રામાં 7પ બાઈકર્સ ટીમ 10 મહિલા પણ સામેલ છે જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ બિઝનેસ વુમ રચના વોરા કરી રહેલા છે. વલસાડથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ત્‍યાંથી એમ.પી. રાજસ્‍થાન થઈ બાકર્સ 24 નવેમ્‍બરે દિલ્‍હી પહોંચશે. સ્‍પોર્ટ્‌સ ઓથોરીટી અને સેનાના જવાનોનો સપોર્ટ થકી બાઈકર્સ તેમનો ટાર્ગેટ પુરો કરવા આગળ વધી રહ્યા છે.

Related posts

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ડેન્‍ટલ ચેકઅપનું આયોજન કરાયું

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ડુંગરા ચણોદમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

vartmanpravah

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

Leave a Comment