Vartman Pravah
નવસારી

ચીખલી થાલામાં મુખ્ય માર્ગ ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઅો દ્વારા તપાસ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૦૮
ચીખલી થાલા ગામે મુખ્ય માર્ગ ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર હોવાની લેખિત રજૂઆત બાદ ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તપાસ બાદ શરતભંગથી સંતોષ માનવામાં આવશે કે પછી આકરણી રદ કરવા સહિતની દાખલારૂપ કાર્યવાહી થશે તેવી લોકોમાં ચર્ચાઅો ઉઠવા પામી છે.
પ્રા માહિતી અનુસાર ટીડીઓને જાગૃત નાગરિક દ્વારા કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે થાલા મુકામે બીનખેતીની જમીનમાં આબેદ બિઝનેશ સેન્ટરના નામથી બિલ્ડીંગનું બાંધકામ કરેલ છે. જે બાંધકામવાળી જમીનમાં ઍનઍ હુકમની વિરૂધ્ધ જઇ મકાનની જગ્યાઍ દુકાનોનું બાંધકામ કરેલ છે. જે બાંધકામમાં હાલમાં આકરણી કરવામાં આવેલ છે. ઍનઍ હુકમની તદ્દન વિરૂધ્ધ રીતનું ગેરકાયદેસર અને નગર નિયોજનના નિયમોની વિરૂધ્ધ કરેલ છે. જે બિલ્ડીંગમાં ખાળકુવો ખરાબાની જમીનમાં બનાવેલ છે. ખૂંધ પંચાયતના રસ્તાનું માર્જીન છોડલ નથી.
ઉપરોક્ત નિયમ વિરૂધ્ધના ગેરકાયદેસર બાંધકામ અંગે તપાસ કરાવી કાર્યવાહી કરવાની માંગ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે. થાલામાં ગેરકાયદેસર બાંધકામ અંગેની લેખિત રજૂઆતમાં ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે નગર નિયોજક નકશા મંજૂરી મુજબ ઉપરાંત ઍનઍ શરત મુજબ બાંધકામ થયેલ છે કે કેમ ઉપરાંત ૧૨મીટરની મર્યાદામાં બાંધકામની મંજૂરી સામે થયેલ બાંધકામ,ખરાબાની સરકારી જગ્યામાં બાંધકામ થયેલ છે કે કેમ તે સહિતની તમામ બાબતે ઝીણવટભરી તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી માત્ર શરત ભંગની કાર્યવાહીથી સંતોષ માનવામાં આવશે તે જોવું રહ્નાં.
થાલાના તલાટી અલ્પેશ મકવાણાના જણાવ્યાનુસાર ગેરકાયદેસર બાંધકામ બાબતે તાલુકા પંચાયત દ્વારા માંગવામાં આવેલા કાગળો આપેલા છે.જેથી હવે તપાસ થશે. બિલ્ડીંગમાં બે માલ સુધીની આકરણી કરી દીધેલ છે. પીઓ કમ ટીડીઓ શ્રી હિરેન ચૌહાણના જણાવ્યાનુસાર થાલામાં ગેરકાયદેસર બાંધકામ અંગેની રજૂઆતમાં ઍનઍના હુકમ સહિતના આધાર પુરાવા મંગાવ્યા છે. બાંધકામની ૧૨મીટર ઉંચાઈ સુધીની મર્યાદા જળવાઈ હોય તેવું લાગતું નથી. ત્યારે તમામ ડોક્યુમેન્ટ આવી ગયા બાદ ઊંચાઈ પણ માપી લેવામાં આવશે.

Related posts

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

પારડી હાઈવે સ્‍થિત તુલસી હોટલ સામેથી મોડી રાત્રે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપતા પારડી પી.આઈ. બી.જે સરવૈયા

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment