Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં દસમાં વાર્ષિક મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી ખાતે આવેલ પ્રસિધ્‍ધ સી.બી.એસ.સી. શાળા સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ધૂમ ધામ પૂર્વક દસમાં વાર્ષિક ઉત્‍સવની ઉજવણી કરાઈ હતી. જેમાં પૂર્વ મંત્રી અને કપરાડા વિધાયક શ્રી જીતુભાઈ ચૌધરીએ મુખ્‍ય મહેમાન તરીકે હાજરી આપી હતી. લાયંસ કલ્‍બના ડિસ્‍ટ્રીક ગવર્નર અને સ્‍કૂલફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્‍ય મિતેશ પટેલ, લાઈફ સ્‍કિલ ઈંટર્નેશનલ ટ્રેનર શ્રીમતી રેખા શાહ, રાતા ગામનાં સરપંચ શ્રીમતી નીલમ પટેલ, અને સ્‍કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલ અતિથિ વિશેષ રૂપે ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યર્ક્‍મની શરૂઆત પધારેલ અતિથિઓ દ્વારા દીપ પ્રજ્‍વલિત કરી કરાઈ હતી.
આ ખાસ અવસરે લાયંસ કલ્‍બના ડિસ્‍ટ્રીક ગવર્નર અને સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મૂકેશ પટેલ, સ્‍કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલ અને આચાર્યા લાયન પાર્વતી પિઠાનીના હસ્‍તે મહેમાનોનું પુષ્‍પગુચ્‍છ તેમજ મોમેન્‍ટો આપી સ્‍વાગત સ્‍તકાર કરાયો હતો. લાયન મુકેશ પટેલે આ શુભ અવસરે વાર્ષિક મહોત્‍સવના હેતુ જણાવતા કહ્યું હતું કે બાળકોની પ્રતિભાને મંચ ઉપર લાવવું છે. આ કાર્યક્રમ થકી બાળકોની સુષુપ્ત શક્‍તિ જાગૃત કરી શકાય તેમજ આત્‍મવિશ્વાસની વૃધ્‍ધિ થાય. સાથેસાથે તેમણે પોતાના જીવનની થોડી રોચક વાતો દ્વારા હમણાં સુધીના સફરનું વર્ણન કર્યું હતું. સ્‍કૂલ ચેઅરપર્સન લાયન હિના પટેલે બાળકોને શુભેચ્‍છા પાઠવતા જીવનમાં આગળ વધવાની અને લક્ષ્ય પ્રાપ્તીના આશીર્વચનો આપ્‍યા હતા. આચાર્યા લાયન પાર્વતી પિઠાનીએ સ્‍કૂલનો એન્‍યુઅલ રીપોર્ટ આપતા શાળાની આખા વર્ષ દરમિયાનની પ્રવૃતિ તેમજ પ્રાપ્ત કરેલ સિધ્‍ધિઓ વિષે જણાવ્‍યુ હતું. લાઈફ સ્‍કિલ ઈંટર્નેશનલ ટ્રેનરશ્રીમતી રેખા શાહે વાલીઓ માટે ખાસ પોસેટિવ પેરેંટીગ વિષય પર માર્ગદર્શન આપ્‍યું હતું, અને મુખ્‍ય અતિથી શ્રી જીતુભાઈ ચૌધરીએ બાળકોને શિક્ષાનું જીવનમાં શું મહત્‍વ છે તે સમજાવ્‍યું હતું. આ કાર્યક્રમની થીમ ‘ગ્‍લોબલ ગોલ્‍સ’ રાખવામાં આવી હતી. જેમાં બાળકોએ વિવિધ કળતિઓથી સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પ્રદર્શન કરી પધારેલ મહેમાનો અને વાલીગણને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.
કાર્યક્રમની થીમ (વિષય) ગ્‍લોબલ ગોલ્‍સ રાખવા પાછળનો હેતુ – હાલ વિશ્વમાં વ્‍યાપેલ પ્રાકળતિક અને માનવનિર્મિત કેટલાક અમાનનીય પગલાઓથી લોકોને અવગત કરી સામાજીક જાગૃતિ લાવવાનો હતો. જેમાં સત્તર જેટલા ગોલ્‍સ વિષે બાળકોએ નૃત્‍ય, નાટક અને સંગીત ગાન જેવી કળતિ રજૂ કરી દર્શકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું. શાળાનું સમગ્ર વાતાવરણ રંગીન અને ભાવવિભોર બની જવા પામ્‍યું હતું.

Related posts

વલસાડની સામાજિક સંસ્‍થાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી એ વલસાડ નેશનલ એસો. ફોર બ્‍લાઈન્‍ડ સંસ્‍થાને વિવિધ વસ્‍તુની કીટ આપી

vartmanpravah

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં નિયમોને નેવે મૂકી આપેલી બીયુપી સામે થનારી ઉચ્‍ચ સ્‍તરીય રજૂઆત

vartmanpravah

Leave a Comment