Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોઍ પ્રશાસકશ્રીના સંવેદનશીલ અને માનવીય અભિગમની કરેલી પ્રશંસાઃ મોદીની ગેરંટીનો થયેલો અહેસાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ડોકમરડી ખાતેની ડૉ. ઍ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં આંગણવાડી કાર્યકર્તા અને આશા સંમેલન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસ ડોકમરડી ખાતે આવેલ ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં પ્રદેશના આંગણવાડી કાર્યકર્તા અને આશા બહેનો સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સીધી વાતચીત કરી હતી અને તેમની સમસ્‍યાઓને પણ સમજી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આંગણવાડી સાથે જોડાયેલ તમામ કાર્યકર્તા બહેનો અને આશા વર્કરોની તેમના દ્વારા આરોગ્‍ય, શિક્ષણ અને બાળકના સમગ્ર વિકાસ તથા સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્‍યને સુનિヘતિ કરવા માટે પાયાના સ્‍તરની કરાતી સખત મહેનત માટે તેમની ખુલ્લા દિલથી ભરપેટ પ્રશંસા કરી હતી અને આંગણવાડી કાર્યકર્તા, આંગણવાડી સહાયકતથા આશા વર્કરોની કામગીરીથી પ્રભાવિત થઈ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે યુ.ટી. ટોપ અપમાં વધારાની રકમની ઘોષણા કરી હતી.
એટલે કે, આંગણવાડી કાર્યકરોનો પગાર રૂા.1000 થી રૂા.3500, આંગણવાડી સહાયકનો પગાર રૂા.600થી રૂા.1750 અને આશાવર્કરોનો પગાર રૂા.1000 થી રૂા. 2000 થશે, વધારા પછી આંગણવાડી કાર્યકરોનું કુલ માનદ્‌ વેતન રૂા. 8000/- માસિક હશે.
આંગણવાડી સહાયક માટે તે રૂા. 4000/- માસિક અને આશા વર્કર માટે તે લગભગ રૂા. 4000/- માસિક હશે. તેમજ પ્રશાસકશ્રીએ બે ગણવેશ સાડીના રૂપમાં અને દર વર્ષે બે સાડી યુનિફોર્મ તરીકે આપવાની તથા માતા યશોદા એવોર્ડની પણ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે પ્રશાસકશ્રીએ બાળકોને નૈતિક શિક્ષણ માટે પંચતંત્રના પુસ્‍તકો પૂરા પાડવા, આંગણવાડીના તમામ બાળકોને સ્‍વાદિષ્ટ અને આરોગ્‍યપ્રદ ખોરાક પીરસવામાં આવે તે સુનિશ્ચિત કરવા, વ્‍યવસ્‍થાપન સંસ્‍થાઓ તરફથી રસોડું તાલીમ અભ્‍યાસક્રમો યોજવા અને વચ્‍ચે નિયમિત સ્‍પર્ધાઓનું આયોજન કરવાની જવાબદારી પણ ઉપાડવા આંગણવાડી કાર્યકરોને સૂચનાઓ આપી હતી. ઉપરાંત તેમણે રમકડા આધારિત શિક્ષણ પર ભાર મૂક્‍યો હતો અને બાળકોમાં કૌશલ્‍ય વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવા નિર્દેશ આપ્‍યો હતો.
સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવી આંગણવાડી સાથે જોડાયેલ તમામ કાર્યકર્તા બહેનો અને આશા વર્કરોના વેતનમાં કરેલા વધારાના કારણે ઉપસ્‍થિત તમામ બહેનો આનંદ અને ઉત્‍સાહથી ઝૂમી ઉઠી હતી અને ફરી એકવાર તેમને મોદીની ગેરંટીનો અહેસાસ થયો હતો.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah

સરપંચ શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત કડૈયા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભા

vartmanpravah

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

vartmanpravah

ડેમ હટાવો ડાંગ બચાવોના પ્રચંડ નારા સાથે વઘઈમાં આદિવાસીનું ઘોડાપુર ઉમટયું

vartmanpravah

Leave a Comment