April 19, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્‍ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ

  • દમણ જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ કવરેજને સુનિヘતિ કરવા પ્રધાનમંત્રીશ્રી દ્વારા ‘ હર ઘર દસ્‍તક અભિયાન’ની પણ કરાયેલી શરૂઆત
  • તમામ કાર્યસ્‍થળો અને વ્‍યવસાયિક સંસ્‍થાઓ, જાહેર પરિવહનના માધ્‍યમથી આવનારા નાગરિકો કે હોટલમાં રોકાતા ગ્રાહકોએ નિર્ધારિત સમયમર્યાદામાં કોવિડ રસીકરણના બંને ડોઝ લીધા છે કે નહિ તે સુનિヘતિ કરવાની જવાબદારી સંબંધિત માલિક અથવા મેનેજમેન્‍ટની રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવત અને ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી અપૂર્વ શર્માની અધ્‍યક્ષતામાં તા.9મી નવેમ્‍બર, ર0ર1ના રોજ કોવિડ-19 રસીકરણ અને માર્ગદર્શિકા માટેના તમામ હિતધારકો સાથે એક મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્‍ટરે પ્રદેશના નાગરિકો, કાર્યસ્‍થળો, સંસ્‍થાઓ અને જાહેર પરિવહનની સંપૂર્ણ સલામતી માટે કોવિડ-19 રસીના બંને ડોઝ સાથે 100 ટકા રસીકરણના કવરેજના મહત્‍વ ઉપર ભાર મૂકયો હતો. દમણ જિલ્લો હાલમાં કોવિડ-19થી મુક્‍ત છે, પરંતુ જો આપણે રસીકરણ માર્ગદર્શિકા અને પ્રોટોકોલનું પાલન નહી કરીએ તો કોવિડ-19 રોગચાળો ફરી પાછો આવી શકે છે.
કોવિડ-19 માટે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા જારી કરાયેલ નવીનતમમાર્ગદર્શિકા મુજબ, તમામ કાર્યસ્‍થળો અને વ્‍યવસાયિક સંસ્‍થાઓમાં સંપૂર્ણ રસીકરણનું પ્રમાણપત્ર એટલે કે નિર્ધારિત સમયમર્યાદામાં કોવિડ રસીકરણના બંને ડોઝ ફરજિયાત રહેશે. જાહેર પરિવહનના માધ્‍યમથી આવનારા નાગરિકો માટે પણ સંપૂર્ણ રસીકરણ પ્રમાણપત્રની જરૂર પડશે. ઉપરોક્‍ત તમામ સંબંધિતોને રસીના બંને ડોઝ આપવામાં આવ્‍યા છે કે નહી તે સુનિヘતિ કરવાની જવાબદારી સંબંધિત માલિક અથવા મેનેજમેન્‍ટની રહેશે.
તમામ જનપ્રતિનિધિઓ અને વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ તેમના નજીકના કેન્‍દ્ર પર રસીકરણના બીજા ડોઝ માટે નાગરિકોને પ્રોત્‍સાહિત કરે. આરોગ્‍ય વિભાગે જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ કવરેજ સુનિヘતિ કરવા વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ ‘હર ઘર દસ્‍તક અભિયાન’ પણ શરૂ કર્યું છે.
દમણમાં દરેક ગામ અને નગરપાલિકા વોર્ડમાં 4 મુખ્‍ય કેન્‍દ્રો અને ર0 આઉટરીચ સત્રોના માધ્‍યમથી રસીકરણ કરવામાં આવે છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ કુશળ માર્ગદર્શનમાં વિવિધ વિભાગોના સતત પ્રયાસો હેઠળ દમણમાં અત્‍યાર સુધીમાં પહેલા ડોઝ માટે તમામ પાત્રતા ધરાવના વસ્‍તીનું 100 ટકા અને બીજા ડોઝ માટે 70 ટકા કવરેજ કરવામાં આવ્‍યું છે.
આ બેઠકમાં દમણને કોવિડ મુક્‍ત રાખવા માટે ડિઝાસ્‍ટરમેનેજમેન્‍ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલ તમામ પ્રોટોકોલ અને માર્ગદર્શિકાને અનુસરવાનું ચાલુ રાખવા અંગેના મહત્‍વ ઉપર પણ ભાર મૂકવામાં આવ્‍યો હતો. તેમજ તમામ નાગરીકોના બીજા ડોઝની ખાતરી કરવા માટે આ મહિને મોટા પાયે ઝંૂબેશ અભિયાનમાં તમામ સરકારી વિભાગમાં, જન પ્રતિનિધિ, પંચાયત અને નગર પરિષદ ઉદ્યોગ, વાણિજ્‍યિક પ્રતિષ્‍ઠાન, હોટલ અને રેસ્‍ટરન્‍ટ, જાહેર અને ખાનગી ટ્રાન્‍સપોર્ટરોની ટીમ કાર્ય કરશે.
જિલ્લા કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતે તમામ નાગરીકોને રસીનો પહેલો ડોઝ લીધાને 84 દિવસ પૂર્ણ કરી ચૂકેલા તમામ નાગરિકોએ નજીકના રસીકરણ કેન્‍દ્રએ જઈ ઝડપથી રસીનો બીજો ડોઝ લઈ લેવા વિનંતી કરી છે.
જો તમે તમારી હાઉસિંગ સોસાયટી, કાર્યસ્‍થળ અથવા ઉદ્યોગોમાં કોવિડ-19 રસીકરણના બીજા ડોઝ માટે શિબિરનું આયોજન કરવા માંગતા હોય તો ત્ર્દ્દદ્દષ્ટતઃ//ણુશદ્દ.શ્રક્ક/ફુંતફૂ2ફર્ુીર્ળીઁ લિંક દ્વારા તમારી વિગતો સબમિટ કરો. તમારા ઉદ્યોગ, હોટેલ અથવા બિઝનેસ એસ્‍ટાબ્‍લિશમેન્‍ટની રસીકરણ સ્‍થિતિની વિગતો પ્રશાસનને સબમિટ કરવા માટે ત્ર્દ્દદ્દષ્ટતઃ//ણુશદ્દ.શ્રક્ક/ઘ્‍બ્‍સ્‍ત્‍ઝસ્‍ખ્‍ઘ્‍ઘ્‍ત્‍ફચ્‍લ્‍વ્‍ખ્‍વ્‍શ્‍લ્‍ લિંક પર ક્‍લિક કરો.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના સીઈઓ શ્રી આશિષ મોહન, દમણ કોવિડ રસીકરણના પ્રભારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણ નગરપાલિકાનાપ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા, પ્રાદેશિક પરિવહન અધિકારી શ્રી બિપીન પવાર અને ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપરાંત બેઠકમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, દમણ હોટેલીયર્સ એસોસિએશન, બસ ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન, ઓટો એસોસિએશન, ટેક્‍સી એસોસિએશન, દમણ વાઈન એસોસિએશન, દમણ રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ બાર એસોસિએશન અને ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

Related posts

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતિમ ચરણમાં ખતલવાડા ગામમાં પહોંચી, રૂ. 32.38 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયું

vartmanpravah

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment